ICC ઈવેન્ટમાં કોહલીને '0' પર આઉટ કરી ભારતીય મૂળના આ બોલરે રચ્યો ઇતિહાસ
Image: Facebook
T20 World Cup 2024: ભારત અને યુએસએની વચ્ચે રમવામાં આવેલી મેચને ટીમ ઈન્ડિયાએ પોતાના નામે કરી લીધી. ટીમ ઈન્ડિયાની આ ટુર્નામેન્ટમાં આ સતત ત્રીજી જીત હતી. આ સાથે જ રોહિત એન્ડ કંપની હવે સુપર-8માં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા આ મેચને જીતી ગઈ હોય પરંતુ એક વખત ફરીથી યુએસએના સ્ટાર બોલર સૌરભ નેત્રવલકરે પોતાની કમાલની બોલિંગથી કરોડો ક્રિકેટ પ્રેમીઓનું દિલ જીતી લીધું.
સૌરભ નેત્રવલકર બન્યો પહેલો બોલર
ભારત સામે સૌરભ નેત્રવલકરે એક વાર ફરીથી કમાલની બોલિંગનો નજારો રજૂ કર્યો. આ મેચમાં સૌરભે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. જેમાં કોહલીને તો સૌરભે પહેલા જ બોલ પર પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
હવે સૌરભ આઈસીસી ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીને ગોલ્ડન ડક પર આઉટ કરનાર પહેલો બોલર બની ગયો છે. કોહલી પણ ટી20 વર્લ્ડ કપમાં પહેલી વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે. આ મેચમાં સૌરભ નેત્રવલકરે બોલિંગ કરતાં 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ મેળવી હતી. આ ટુર્નામેન્ટમાં સૌરભ કમાલની બોલિંગ કરી રહ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ 7 વિકેટથી મેચ જીતી
આ મેચમાં પહેલી બેટિંગ કરતા યુએસએએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યાં હતાં. ટીમ ઈન્ડિયાની તરફથી અર્શદીપ સિંહે કમાલની બોલિંગ કરતા 4 વિકેટ પોતાના નામે કરી હતી. તે બાદ ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યને 18.2 ઓવરમાં મેળવી લીધું હતું. ભારત તરફથી બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 50 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય શિવમ દુબેએ 31 રન બનાવ્યા હતા.