7 કરોડમાં ખરીદેલા આ બોલરે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, શ્રીલંકાના નામે અનેક શરમજનક રેકોર્ડ નોંધાયા
Image: Facebook
SL vs AUS: 27 ડિસેમ્બરથી પહેલી ટેસ્ટ મેચની શરૂઆત થઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાની ટીમ પહેલાં બેટિંગ કરતાં પહેલી ઈનિંગમાં લગભગ 191 રન પર આઉટ થઈ ગઈ. આના જવાબમાં શ્રીલંકાની બેટિંગ ખૂબ ખરાબ રહી અને સમગ્ર ટીમ લગભગ 13.5 ઓવરોમાં 42 રન પર આઉટ થઈ ગઈ. 2 બેટ્સમેન સિવાય કોઈ પણ ડબલ ડિજિટના સ્કોર પર પહોંચી શક્યા નહીં જ્યારે 5 બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહીં. આ રીતે શ્રીલંકન ટીમે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પોતાનો સૌથી ઓછા સ્કોરનો શરમજનક રેકોર્ડ બનાવી નાખ્યો. શ્રીલંકાના નામે છેલ્લા 100 વર્ષોનો એક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયો.
શ્રીલંકાના નામે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં છેલ્લા 100 વર્ષોમાં અત્યાર સુધીનો સૌથી ઓછા બોલનો સામનો કરતાં ઓલઆઉટ થવાનો શરમજનક રેકોર્ડ નોંધાયો. આ પહેલા વર્ષ 1924માં સાઉથ આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં માત્ર 30 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જેમાં તેમણે 75 બોલનો સામનો કર્યો હતો. હવે શ્રીલંકાએ આ રેકોર્ડ ચકનાચૂર કરી દીધો.
સાઉથ આફ્રિકી બોલરે રચ્યો ઈતિહાસ
શ્રીલંકાને 42 રન પર હરાવવામાં સાઉથ આફ્રિકી બોલર માર્કો યાનસનનો મોટો હાથ રહ્યો. જેમણે એકલા જ 7 બેટ્સમેનોને પવેલિયનનો માર્ગ બતાવ્યો. તેમણે માત્ર 6.5 ઓવરમાં 13 રન આપતાં 7 વિકેટ લીધી અને ટેસ્ટ ક્રિકેટના 100 વર્ષ જૂના મહાન કીર્તિમાનની સરખામણી કરી લીધી. યાનસને લગભગ 41 બોલમાં શ્રીલંકાના 7 બેટ્સમેનોને આઉટ કર્યાં. આ સાથે જ તે ટેસ્ટ મેચની એક ઈનિંગમાં સંયુક્ત રીતે સૌથી ઓછા બોલમાં 7 વિકેટ લેનાર વિશ્વનો બીજો બોલર બની ગયો. તેણે ઓસ્ટ્રેલિયાના બોલર હ્યૂગ ટ્રમ્બલની સરખામણી કરી. હ્યૂગ ટ્રમ્બલે વર્ષ 1904 માં 41 બોલ પર ઈંગ્લેન્ડના 7 બેટ્સમેનોને ટેસ્ટની એક ઈનિંગમાં પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
આ પણ વાંચો: IPLમાં CSK માટે અમ્પાયર ફિક્સ કરવામાં આવતા હતા: લલિત મોદીએ આ વ્યક્તિ પર લગાવ્યો આરોપ
ટેસ્ટ મેચની ઈનિંગમાં સૌથી ઓછા બોલમાં 7+ વિકેટ લેનાર બોલર
41 - હ્યૂગ ટ્રમ્બલ (AUS) V/S ઈંગ્લેન્ડ, 1904
41 - માર્કો જેનસન (SA) V/S શ્રીલંકા, 2024
46 - મોંટી નોબલ (AUS) V/S ઈંગ્લેન્ડ, 1902
ઉલ્લેખનીય છે કે માર્કો યાનસન IPL 2025 માં પંજાબ કિંગ્સ તરફથી રમતાં નજર આવશે. યાનસને IPL 2025ના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે 7 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. દરમિયાન યાનસનની પરફોર્મેંસ જોઈને પંજાબ કિંગ્સની ટીમ ખુશીથી ઝૂમી ઉઠી.