Get The App

ભારત vs પાકિસ્તાન મેચને લઇને આ એક્ટરે કરી મોટી ભવિષ્યવાણી

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
ભારત vs પાકિસ્તાન મેચને લઇને આ એક્ટરે કરી મોટી ભવિષ્યવાણી 1 - image


Ind Vs Pak: T20 વર્લ્ડ કપ 2024 અમેરિકામાં શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી આ લીગમાં ભારતનો મુકાબલો આયર્લેન્ડ સામે થયો છે, જેમાં ભારત જીત્યું છે. હવે આ વર્લ્ડ કપમાં આગામી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. આવી સ્થિતિમાં બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ક્રિકેટ જગતમાં આ ખૂબ જ રસપ્રદ મેચ માનવામાં આવે છે. 

એટલું જ નહીં, ફિલ્મ સ્ટાર્સ પણ ભારત-પાકિસ્તાન મેચ જોવાનું પસંદ કરે છે. આ વચ્ચે બોલિવૂડના એક એક્ટરે આ મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે.

આ અભિનેતાએ દાવો કર્યો છે કે, T20 વર્લ્ડ કપ 2024માં ભારત પાકિસ્તાનને હરાવશે. કેઆરકે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેતા કેઆરકે  પોસ્ટ શેર કરતા કહ્યું કે, 'હું 100% ગેરંટી સાથે કહું છું કે રવિવારે ભારતીય ટીમ પાકિસ્તાનની ટીમને હારશે નહીં, પરંતુ તેને ધોઈ નાખશે.'

કેઆરકેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેની પોસ્ટ પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. T20 વર્લ્ડ કપમાં ગુરુવારે રમાયેલી મેચની વાત કરીએ તો, અમેરિકાએ ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2024નો સૌથી મોટો અપસેટ સર્જીને પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને ઈતિહાસ રચી દીધો છે. 

કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન સામે અમેરિકાની આ પ્રથમ જીત છે. આ સાથે અમેરિકાએ ગ્રુપ Aમાં પોઈન્ટ ટેબલનું સમગ્ર સમીકરણ બદલી નાખ્યું છે. અમેરિકાની આ જીત બાદ પાકિસ્તાન પર ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવાનો ખતરો છે. આ ઉપરાંત અમેરિકાના આ અપસેટ બાદ ભારતને પોઈન્ટ ટેબલમાં પણ નુકસાન થયું છે.


Google NewsGoogle News