T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં આ ત્રણ સૌથી મોટા પડકાર રોહિત સેના માટે બનશે ખતરો
Image: IANS |
T20 World Cup Final, IND Vs SA: T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. બંને ટીમો એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી છે. બંને ટીમે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સ્થિતિમાં મેચ રોમાંચક થવાની પૂરી આશા છે. ત્યારે ફાઈનલ મેચમાં ભારત માટે દક્ષિણ આફ્રિકાના આ ત્રણ ખેલાડીઓ ભારી પડી શકે છે.
કગિસો રબાડાની બોલિંગ ભારતીય બેટરો ને હંફાવી શકે છે
દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં કગિસો રબાડાની બોલિંગ ભારતીય ટીમ માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે. રબાડાનું પૂરી ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન રહ્યું છે. આ સ્થિતિમાં ટીમે અંતિમ મુકાબલો માટે રબાડાથી સાવચેત રહેવું પડશે.
કેશવ મહારાજની સ્પિન રમત બગાડી શકે
ભારત સામે બીજો સૌથી મોટો પડકાર સ્પિન બોલર કેશવ મહારાજની સ્પિનનો છે. જો બાર્બાડોસની પીચ સ્પિનરોને મદદ કરશે તો કેશવ મહારાજ ભારતીય ટીમ માટે મોટી અડચણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ: ડબલ સેન્ચુરી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ
એડન માર્કરમ ભારતીય ટીમ માટે માથાનો દુખાવો બની શકે
ભારત સામેની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમ બેટિંગમાં માથાનો દુખાવો બની શકે છે. માર્કરમ ખાસ કરીને સ્પિન બોલિંગ સામે ખૂબ સારી રીતે રમે છે. ભારતીય બોલરો માર્કરમની વિકેટ વહેલી તકે ઝડપી લેશે તો ટીમનું કામ સહેલું થઈ શકે છે.