IPL 2025 પહેલા મોટો ખેલ કરશે ધોની! આ ત્રણ ખેલાડીઓ CSKમાં કરી શકે છે એન્ટ્રી
MS Dhoni In IPL 2025: 2025ની આઈપીએલ સીઝન બાદ સંભવત: એમએસ ધોની આઈપીએલમાંથી વિદાઈ લઇ શકે છે. મીડિયા રીપોર્ટસ અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનું મેનેજમેન્ટ ધોની સાથે મળીને ભવિષ્ય માટે ચેન્નાઈની ટીમને મજબૂત બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે ધોની ટીમના ભવિષ્યને લઈને ખૂબ જ ખાસ વ્યૂહનીતિ તૈયાર કરી રહ્યો છે.
ચેન્નાઈને કેપ્ટનની જરૂરિયાત નથી કારણકે ઋતુરાજ ગાયકવાડે ગયા વર્ષથી જ ટીમની કેપ્ટનશીપ સંભાળી લીધી છે. ધોની જાણે છે કે જો તેણે વિદાય લઇ લીધી તો ચેન્નાઈ સુપર કિંગ્સ કઈ વસ્તુઓની જરૂર પડશે. એક શાનદાર વિકેટ કીપર અને બેટર, એક તેજસ્વી ઓલરાઉન્ડર અને અનુભવી ઝડપી બોલર. આ સ્થિતિમાં ટીમ સામેલ કરવા માટે ત્રણ ખેલાડીઓના નામ ચર્ચામાં છે.
ઝડપી બોલર જસપ્રીત બુમરાહ
એવું મનાઈ રહ્યું છે કે, રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સને છોડી શકે છે, જો આવું થશે તો તેનો નજીકનો મિત્ર જસપ્રિત બુમરાહ પણ ટીમમાં ટકી શકશે નહીં. તાજેતરમાં જ ધોનીએ બુમરાહને પોતાનો મનપસંદ બોલર ગણાવ્યો હતો, તેથી શક્ય છે કે જો બુમરાહ મુંબઈને છોડી દે તો ચેન્નાઈ તેને ખેલાડીને ખરીદવાનો પૂરો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: આ પણ વાંચો: આ મહિલા છે પુરુષ? ઓલિમ્પિક વખતે લિંગ પરીક્ષણમાં ખેલાડીઓનો પણ ખો નીકળી જાય છે
ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનીસ
ઓસ્ટ્રેલિયન ટીમનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનીસ હાલમાં લખનૌની ટીમમાં છે. પરંતુ ઓકશન પહેલા મેનેજમેન્ટ નિકોલસ પૂરનને વિદેશી ખેલાડી તરીકે જાળવી રાખવા ઈચ્છશે. તેથી સ્ટોઇનિસ ઉપલબ્ધ રહેશે અને તેનાથી મોટી વાત એ છે કે સ્ટોઇનિસ અમેરિકામાં મેજર ક્રિકેટ લીગમાં ચેન્નાઈની ફ્રેન્ચાઇઝી ટેક્સાસ સુપર કિંગ્સનો ભાગ છે.
હેનરિચ ક્લાસેન
એક અહેવાલ અનુસાર, હૈદરાબાદ જે વિદેશી ખેલાડીને રીટેન કરવામાં માંગશે તે ખેલાડી ટ્રેવિસ હેડ છે. એટલે કે હેનરિચ ક્લાસેનને ટીમમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. ક્લાસેન મિડલ ઓર્ડરમાં મજબૂત અને અનુભવી બેટર છે. તે ભવિષ્યમાં ધોનીનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.