રોહિતની જગ્યા લેવી સરળ નથી: કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવ સામે ત્રણ ચેલેન્જ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
રોહિતની જગ્યા લેવી સરળ નથી: કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવ સામે ત્રણ ચેલેન્જ 1 - image

Three challenges against new captain Suryakumar Yadav: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય T20 ટીમ માટેના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયા તેના માટે કોઈ સપનાથી ઓછા નથી. તેને પોતાના પર વિશ્વાસ રાખવા માટે મેનેજમેન્ટનો આભાર માન્યો હતો. પરંતુ નવા કેપ્ટનની સામે પડકારો પણ ઘણાં છે. શ્રીલંકાના પ્રવાસમાં કેપ્ટન તરીકે તેની પહેલી પરિક્ષા થશે. 

યાદવે કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવો પડશે

સૂર્યકુમાર યાદવ પાસે ટોચના સ્તરની કેપ્ટનશિપનો મર્યાદિત અનુભવ છે. અત્યાર સુધીમાં તેને માત્ર 7 T20 મેચમાં જ કેપ્ટનશીપ કરી છે. જેમાં ટીમે 5 મેચમાં જીત મેળવી છે. સૂર્યાના નેતૃત્વમાં જ ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે 4-1 સિરીઝ પોતાના નામે કરી હતી. આ પછી, દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં T20 સિરીઝમાં બંને ટીમ 1-1 મેચ જીતી હતી. 

આ પણ વાંચો: કોહલી અને શાસ્ત્રીએ વર્લ્ડ કપમાં કર્યો અન્યાય? આખરે શમીનું દુઃખ છલકાઈ ગયું

રોહિત શર્માની જગ્યા લેવી સુર્યા માટે એક પડકાર

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી પણ દર્શાવે છે કે પસંદગીકારો અને કોચ મર્યાદિત ઓવરોના ક્રિકેટને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોહિતની નિવૃત્તિ બાદ ટીમને હવે એવા કેપ્ટનની જરૂર પડશે કે જે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ હળવું રાખે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ત્રણેય ફોર્મેટમાં માત્ર રોહિત શર્મા જ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. આ સ્થિતિમાં સૂર્યા સામે બધાં ખેલાડીઓને સાથે રાખીને ચાલવાની અપેક્ષા રખાશે.

આ પણ વાંચો: તમારામાં તાકાત હોય તો...: સાનિયા સાથે લગ્નની અફવા પર ગુસ્સે થયો મોહમ્મદ શમી

વધારે જવાબદારીની અસર પ્રદર્શન પર ન થાય

કેપ્ટનશિપની મોટી જવાબદારી મળ્યા બાદ હવે સૂર્યકુમાર યાદવની પરીક્ષા શરુ થશે. અત્યાર સુધી કેપ્ટનશિપ સંભાળતી વખતે સૂર્યાનો દેખાવ સારો રહ્યો છે. તેણે 7 મેચોમાં 42.85ની સરેરાશથી એક સદી અને બે અડધી સદી સાથે 300 રન બનાવ્યા છે. 



Google NewsGoogle News