Get The App

IPLના મેગા ઓક્શનમાં સામેલ નહીં થાય જોફ્રા આર્ચર, માર્ક વુડ, કેમરન ગ્રીન સહિત આ વિદેશી ખેલાડીઓ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
IPLના મેગા ઓક્શનમાં સામેલ નહીં થાય જોફ્રા આર્ચર, માર્ક વુડ, કેમરન ગ્રીન સહિત આ વિદેશી ખેલાડીઓ 1 - image


Image: Facebook

IPL Mega Auction: ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ આઈપીએલ 2025 ઓક્શન માટે 15 નવેમ્બરે ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી દીધી. આઈપીએલ મેગા ઓક્શન માટે 1574 ખેલાડીઓએ નામ આપ્યા હતા. તેમાંથી એક હજારથી વધુના નામ હટાવી દેવાયા છે. જેમાં કુલ 574 ખેલાડીઓના નામ છે. જેમાં 366 ભારતીય અને 208 વિદેશી છે. મહત્તમ 204 ખેલાડી જ ઓક્શનમાં ટીમોનો ભાગ બની જશે. તેમાં પણ 70 વિદેશી હોઈ શકે છે. આઈપીએલ મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં હશે પરંતુ ઘણા મોટા ક્રિકેટર્સ છે જે આ ઓક્શનનો ભાગ બની શકશે નહીં. તેમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર, માર્ક વુડ, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીન જેવા નામ સામેલ છે. જોકે જેમ્સ એન્ડરસન પહેલી વખત આઈપીએલ ઓક્શનમાં સામેલ થશે. તેમણે પોતાનું નામ મોકલ્યું હતું અને તે અંતિમ લિસ્ટનો પણ ભાગ છે.

આ પણ વાંચો: VIDEO : સંજુ સેમસનના છગ્ગાથી મહિલા દર્શક થઈ ઈજાગ્રસ્ત, ગાલ પર જઇને વાગ્યો બોલ

આર્ચર અને વુડના નામ ન હોવાનું ચોંકાવે છે. જો આ બંને ઈંગ્લિશ ખેલાડી મેગા ઓક્શનમાં સામેલ નહીં થાય તો તેની આગામી આઈપીએલમાં પણ રમવા પર સવાલ ઊભો થઈ શકે છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ગયા મહિને જે નિયમ જારી કર્યાં હતાં. તેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ વિદેશી ખેલાડી મેગા ઓક્શન માટે નામ નહીં આપતું તો તેને ત્રણ વર્ષ માટે ઓક્શનમાં આવવાથી બેન કરી દેવામાં આવશે. વુડ અને આર્ચર બંને છેલ્લા અમુક સમયથી ઈજા સામે ઝઝૂમતા રહ્યાં છે. આર્ચર છેલ્લી વખત આઈપીએલમાં 2023માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. વુડ પણ છેલ્લી વખત 2023માં જ આઈપીએલ રમ્યો હતો. ત્યારે તે લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ હતો. વુડે ત્યારે ચાર મેચ રમી હતી અને 11 વિકેટ લીધી હતી.

આર્ચર અને વુડ સિવાય ઓસ્ટ્રેલિય ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પણ આઈપીએલ 2025 ઓક્શનની અંતિમ યાદીમાં સામેલ નથી. તે હજુ ઈજાગ્રસ્ત છે અને છ મહિના સુધી રમી શકશે નહીં. આ કારણે ઓક્શન માટે તેનું નામ પસંદ કરવામાં આવ્યું નથી. તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમી ચૂક્યો છે. આરસીબીએ આઈપીએલ 2024થી પહેલા તેને ટ્રેડ દ્વારા પોતાની સાથે લીધો હતો. જો રૂટ, ક્રિસ વોક્સ અને ઈંગ્લેન્ડના ઉભરતાં વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથનું પણ ઓક્શનની અંતિમ લિસ્ટમાં નામ નથી.


Google NewsGoogle News