Get The App

VIDEO : આનાથી સારી ફિલ્ડિંગ તો ગલી ક્રિકેટમાં હોય છે..., પાકિસ્તાની ટીમની સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડી

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
VIDEO : આનાથી સારી ફિલ્ડિંગ તો ગલી ક્રિકેટમાં હોય છે..., પાકિસ્તાની ટીમની સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડી 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2024 શનિવાર

પાકિસ્તાન ક્રિકેટ ટીમ મેદાન પર હોય અને ફિલ્ડિંગને લઈને પ્રશ્ન ના ઉઠે એવુ કદાચ અશક્ય છે. ઘણીવખત પાકિસ્તાનના ખેલાડીઓની ખરાબ ફિલ્ડિંગને લઈને મીમ સોશિયલ મીડિયા પર શેર થાય છે. હવે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે સિરીઝની શરૂઆતી ટી20 મેચ (NZ vs PAK 1st T20) માં પણ કંઈક આવુ જ થયુ.

પાકિસ્તાન ટીમે સતત તક ગુમાવી

ઓસ્ટ્રેલિયામાં પોતાના ખરાબ પ્રદર્શનના કારણે પાકિસ્તાની ટીમ પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ પહોંચી. શાહીન શાહ આફ્રિદીના નેતૃત્વમાં પહેલી વખત રમી રહેલી પાકિસ્તાનની ટી20 ટીમ સીરીઝની પહેલી ટી20 મેચમાં બોલથી દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ ફિલ્ડિંગે ફરી નિરાશ કર્યા. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ સહિત ઘણા ખેલાડીઓએ ફિલ્ડિંગમાં ખૂબ ઓછી મદદ કરી અને એક બાદ એક ઘણી તક ગુમાવી.

બાબરે પણ નિરાશ કર્યા

શાનદાર બેટ્સમેન પૈકીના એક બાબર આઝમે સૌથી પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનો સરળ કેચ છોડ્યો. પાકિસ્તાનના ફિલ્ડર્સે બિનજરૂરી રન લેવાથી રોકવા માટે પણ કોઈ ખાસ મહેનત કરી નહીં. પરિણામે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ટીમને તેમની ફિલ્ડિંગ માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી. 

ન્યૂઝીલેન્ડે 46 રનની માત આપી

કેન વિલિયમસનનો કેચ છુટવાના પરિણામે કીવી કેપ્ટને આઉટ થયા પહેલા અડધી સદી ફટકારી. મિચેલે 61 રન બનાવ્યા. પ્લેયર ઓફ ધ મેચ બનેલા મિચેલે 27 બોલ પર 4 ચોગ્ગા અને સિક્સર મારતા 61 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 8 વિકેટ પર 226 રનનો મોટો સ્કોર બનાવ્યો જે બાદ પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં 180 રન પર ઓલઆઉટ થઈ ગઈ. તાજેતરમાં જ બાબર આઝમના સ્થાને શાહીન આફ્રિદીને ટી20 ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.


Google NewsGoogle News