એક સમયે વર્લ્ડકપ જીતનારી આ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ક્વૉલિફાઈ પણ ન થઈ, જુઓ યાદી
ICC Champions Trophy 2025: આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તનામાં થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો રમતી જોવા મળશે. જો કે, આ ટુર્નામેન્ટમાં ઘણી મોટી ટીમો ક્વોલિફાય નથી કરી શકી. જેમાં ઘણી એવી ટીમો પણ છે કે જે અગાઉ T20 અને વનડે વર્લ્ડકપનો ખિતાબ જીતી ચૂકી છે. તો ચાલો જાણીએ આ વખતે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં કઈ ટીમો રમશે અને કઈ ટીમ ક્વોલિફાય નથી કરી શકી.
વર્લ્ડકપ જીતનારી ટીમ ક્વોલિફાય ન થઇ શકી
જે ટીમ ક્વોલિફાય નથી કરી શકી તેમાં સૌથી પહેલું નામ વેસ્ટ ઈન્ડિઝનું છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2 વનડે વર્લ્ડકપ અને 2 T20 વર્લ્ડકપ જીતી ચુકી છે. આ સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝનું ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય ન થવું એ થોડું વિચિત્ર લાગે છે. આ યાદીમાં બીજી સૌથી મોટી ટીમ શ્રીલંકાની છે. શ્રીલંકા વનડે અને T20 બંને ફોર્મેટમાં વર્લ્ડકપ જીતી ચૂક્યું છે, પરંતુ તે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરી શક્યું નથી.
8 ટીમો જ ક્વોલિફાય થઈ શકે
અહીં તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે કુલ 8 ટીમો ક્વોલિફાય થઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આયોજિત વનડે વર્લ્ડકપના પોઈન્ટ ટેબલમાં ટોપ 8માં સ્થાન ધરાવતી ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી રમે છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાનની ટીમ પણ સામેલ હોય છે. યજમાન સિવાય બાકીની 7 ટીમોએ વર્લ્ડકપના પોઈન્ટ ટેબલમાં ટોપ-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરવું પડે છે.
ક્વોલિફાય થનાર ભારતીય ટીમ પહેલી
વર્ષ 2023માં આયોજિત વનડે વર્લ્ડકપમાં શ્રીલંકાની ટીમ ટોપ-8માં પોતાનું સ્થાન મેળવી શકી ન હતી. ટીમે પોઈન્ટ ટેબનમાં 9માં સ્થાને રહી હતી. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો 2023 વનડે વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઇ ન હતી. માટે આ તમામ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ક્વોલિફાય થઈ શકી નથી. વર્ષ 2023માં યોજાયેલા વનડે વર્લ્ડકપના પોઈન્ટ ટેબલમાં સૌથી પહેલું સ્થાન સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્વોલિફાય થનાર ભારતીય ટીમ પહેલી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કઈ ટીમો ક્વોલિફાય થઈ?
ભારત, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન (યજમાન), અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય થયા છે.