Get The App

IND vs BAN: બીજી ટેસ્ટમાં સ્ટાર ગુજરાતી ખેલાડીની થશે વાપસી! ટીમ ઇન્ડિયામાં થઈ શકે છે મોટા ફેરફાર

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
IND vs BAN: બીજી ટેસ્ટમાં સ્ટાર ગુજરાતી ખેલાડીની થશે વાપસી! ટીમ ઇન્ડિયામાં થઈ શકે છે મોટા ફેરફાર 1 - image


Image: Facebook

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે હાલ રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ શુક્રવારથી કાનપુરમાં રમાશે. આગામી મેચમાં ભારતીય ટીમ 2-0થી ક્લીન સ્વીપનું લક્ષ્ય લઈને ઉતરશે. રોહિત શર્મા આ મેચ માટે પ્લેઇંગ 11માં મહત્ત્વનો ફેરફાર કરી શકે છે. તે એક ઝડપી બોલરને આરામ આપીને સ્પિનરને તક આપી શકે છે.

ભારતનો કાનપુરમાં રૅકોર્ડ

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારતનો ટેસ્ટમાં રૅકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમે અહીં કુલ 23 મેચ રમી છે. તેમાં મેજબાનોએ સાત મેચોમાં જીત નોંધાવી છે જ્યારે ત્રણમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. 13 ટેસ્ટ ડ્રો રહી છે. આ મેદાન પર હંમેશા સ્પિનર્સની બોલબાલા રહી છે. દરમિયાન ભારતીય કૅપ્ટન આગામી મેચમાં ત્રણ સ્પિન બોલરને તક આપી શકે છે.

ટોપ ઓર્ડરમાં ફેરફારની શક્યતા ઓછી

ચેન્નઈ ટેસ્ટની પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત સિવાય ટોપ ઑર્ડરનો કોઈ બેટ્સમેન કંઈ ખાસ કમાલ બતાવી શક્યો નહોતો. રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ, કે એલ રાહુલ જેવા દિગ્ગજો મહેમાનો વિરુદ્ધ સંઘર્ષ કરતાં નજર આવ્યા. જો કે, ગિલે બીજી ઇનિંગમાં વાપસી કરી અને સદી ફટકારી જ્યારે પંત પણ ટેસ્ટમાં શાનદાર વાપસી કરવામાં સફળ થયા. દિગ્ગજોની હાજરીમાં ટોપ ઓર્ડરની ફેરફારની શક્યતા ઓછી છે.

ત્રણ સ્પિનર્સ સાથે ઉતરી શકે છે ભારત

કાનપુર ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11માં ત્રણ સ્પિનર્સને તક મળી શકે છે. કાનપુરની પીચ હંમેશાથી ધીમી ગતિના બોલરો માટે યોગ્ય રહી છે. દરમિયાન રોહિત શર્મા કુલદીપ યાદવ કે અક્ષર પટેલમાંથી કોઈ એકને તક આપી શકે છે. આ માટે તેમને ઝડપી બોલર્સમાંથી એકને આરામ આપવો પડશે. આ સ્થિતિમાં મોહમ્મદ સિરાજને બહાર બેસવું પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે કૅપ્ટન બેટિંગમાં શ્રેષ્ઠ માટે અક્ષરને તક આપે છે કે સ્પિન ડિપાર્ટમેન્ટને મજબૂત બનાવવા માટે બોલર કુલદીપને સ્થાન આપશે.

બીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11

રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કે એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ/કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ.


Google NewsGoogle News