IND vs SL: ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસમાં આ સિનિયર ક્રિકેટર રહેશે બોલિંગ કોચ, IPLમાં પણ કોચ રહી ચૂક્યા છે
Team India New Bowling Coach : ટીમ ઈન્ડિયા આવતી કાલે (22 જુલાઈ) શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ શકે છે. તેવામાં ક્રિકેટ રસિકોમાં ટીમ ઈન્ડિયામાં બોલિંગ કોચ કોણ રહેશે તેવો પ્રશ્ન થઈ રહ્યો છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચ માટે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલનું નામ મોખરે હતું, પરંતુ ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસમાં મોર્કેલ સાથે ન હોવાની જાણકારીને લઈને ક્રિકબઝના સોશિયલ મીડિયા માધ્યમ X પર ટ્વીટ કરવામાં આવ્યું છે.
સાઈરાજ બહુતુલે ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ
આ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) શ્રીલંકા પ્રવાસને ધ્યાનમાં રાખીને બેંગલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલા સાઈરાજ બહુતુલેને અસ્થાઈ રીતે ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે. ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે, થોડા દિવસોમાં બહુતુલે ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળ કોચિંગ સ્ટાફમાં જોડાશે. જ્યારે બહુતુલે IPL દરમિયાન રાજસ્થાન રોયલ્સના કોચ તરીકેની ભૂમિકા નીભાવી છે.
27 જુલાઈથી T20 સીરીજની પહેલી મેચનો પ્રારંભ
શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ વનડે અને T20 સીરીજ રમવા જઈ રહી છે. જેમાં વનડે સીરીજમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે જોવા મળશે, જ્યારે T20માં સૂર્યકુમાર યાદવ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. બીજી તરફ, વનડે સીરીજમાં વિરાટ કોહલીની પણ વાપસી કરવાના છે. શ્રીલંકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયા T20થી રમવાની શરૂઆત કરશે. જેમાં 27 જુલાઈના દિવસે T20 સીરીજની પહેલી મેચ રમવામાં આવશે.
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ શ્રીલંકામાં પહેલી સીરીજ રમાશે
રાહુલ દ્રવિડ પછી ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યાં છે, ત્યારે ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ શ્રીલંકામાં પહેલી સીરીજ રમવા જઈ રહી છે. જેમાં ગૌતમ ગંભીરે તેના કાર્યકાળની શરૂઆતમાં શ્રીલંકામાં રમાવા જઈ રહેલી વનડે અને T20 સીરીજમાં જીત મેળવવાની તૈયાર બતાવી છે.