Get The App

VIDEO: રિંકુ સિંહે વિકેટ ઝડપી ત્યારે ડગઆઉટમાં બેઠેલા ગૌતમ ગંભીરનું રિએક્શન જોવા જેવું હતું

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
VIDEO: રિંકુ સિંહે વિકેટ ઝડપી ત્યારે ડગઆઉટમાં બેઠેલા ગૌતમ ગંભીરનું રિએક્શન જોવા જેવું હતું 1 - image

IND Vs SL, 3rd T20I Match: ગઈ કાલે શ્રીલંકા સામેની 3 મેચની T20 સીરિઝની છેલ્લી મેચમાં ભારતીય ટીમએ સુપર ઓવરમાં રોમાંચક જીત મેળવી હતી. આ મેચમાં રસપ્રદ રીતે પાર્ટ ટાઈમ બોલરોએ પોતાનું ટેલેન્ટ બતાવી ટીમને જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જેમાં રિંકુ સિંહની ભૂમિકા ખુબ મહત્ત્વની રહી હતી. રિંકુ સિંહ તેની વિસ્ફોટક બેટિંગ માટે તો જાણીતો છે જ પરંતુ હવે તેની બોલિંગ દ્વારા પણ ધૂમ મચાવી રહ્યો છે. શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 19મી ઓવર રિંકુ સિંહને આપી અને તેણે જોરદાર દેખાવ કર્યો હતો.

રિંકુએ T20Iમાં પહેલી વિકેટ ઝડપી

આ મેચમાં શ્રીલંકાને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. કેપ્ટન પાસે સિરાજની એક ઓવર બાકી હતી અને શિવમ દુબે પણ એક વિકલ્પ હતો, પરંતુ તેણે બોલ રિંકુને આપ્યો. રિંકુએ તેની ઓવરના બીજા જ બોલ પર કુસલ પરેરાને આઉટ કર્યો હતો. જે રિંકુની T20Iમાં પહેલી વિકેટ પણ હતી. જ્યારે રિંકુ બોલિંગ કરવા આવ્યો ત્યારે ટીમના કોચ ગૌતમ ગંભીર ખૂબ જ ટેન્શનમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ જયારે તેને બીજા બોલ પર વિકેટ લીધી ત્યારે ગંભીર પોતાને હસતા રોકી શક્યો ન હતો. તેની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: Paris Olympics 2024: મનિકા બત્રાએ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને રચ્યો ઇતિહાસ, હવે મેડલ પર નજર

ઓવરનો નિર્ણય મુશ્કેલ હતો

રિંકુ સિંહે શ્રીલંકા સામેની ઓવરમાં વિકેટ લેવા સિવાય તેણે ઓવરમાં માત્ર 3 રન જ આપ્યા હતા. આ ઓવરમાં રિંકુએ રમેશ મેન્ડિસની વિકેટ ઝડપી હતી. આ રીતે રિંકુએ પોતાની બોલિંગમાં બે વિકેટ લીધી હતી. રિંકુ સિંહની બોલિંગથી કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. રિંકુની બોલિંગ પર પ્રતિક્રિયા આપતા સૂર્યકુમારે કહ્યું, 'છેલ્લી ઓવરનો નિર્ણય સરળ હતો, પરંતુ તેની પહેલાની ઓવરનો નિર્ણય મુશ્કેલ હતો. સિરાજ અને અન્ય બોલરોની ઓવર બાકી હતી. પરંતુ મને લાગ્યું કે રિંકુ આ વિકેટ માટે વધુ યોગ્ય રહેશે કારણ કે મેં તેને નેટમાં બોલિંગ કરતા જોયો છે. મને લાગ્યું કે આ યોગ્ય નિર્ણય હશે, તેથી મેં તે કર્યું.'

આ મેચમાં કેપ્ટન સૂર્યમકુમાર યાદવે પણ બોલિંગની જવાબદારી પોતાના પર લીધી હતી. છેલ્લી ઓવરમાં શ્રીલંકાને જીત માટે 6 રનની જરૂર હતી, પરંતુ સૂર્યકુમાર યાદવે 5 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, જેથી મેચ સુપર ઓવરમાં પહોંચી ગઈ હતી.

VIDEO: રિંકુ સિંહે વિકેટ ઝડપી ત્યારે ડગઆઉટમાં બેઠેલા ગૌતમ ગંભીરનું રિએક્શન જોવા જેવું હતું 2 - image



Google NewsGoogle News