ભલભલા બેટરોનો પરસેવો છોડાવતા બોલરની ટીમ ઈન્ડિયામાં વાપસીની તૈયારી, જુઓ લેટેસ્ટ અપડેટ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
ભલભલા બેટરોનો પરસેવો છોડાવતા બોલરની ટીમ ઈન્ડિયામાં વાપસીની તૈયારી, જુઓ લેટેસ્ટ અપડેટ 1 - image


Image: Facebook

Mohammed Shami: વનડે વર્લ્ડ કપ બાદ ઈજાગ્રસ્ત થવાના કારણે ભારતીય ટીમથી બહાર ઝડપી બોલર મોહમ્મદ શમીની ટૂંક સમયમાં વાપસીની આશા કરવામાં આવી છે. શમી બાંગ્લાદેશ વિરુદ્ધ 19 સપ્ટેમ્બરથી ચેન્નઈમાં શરૂ થઈ રહેલી બે મેચની ઘરેલુ ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં વાપસી કરી શકે છે.

શમી વનડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, તેણે માત્ર સાત મેચમાં 24 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપ બાદ શમીને જમણી એડીમાં ઈજા પહોંચવાના કારણે ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. જેના કારણે તેને આ વર્ષે 2024માં સર્જરી પણ કરાવવી પડી હતી. તે ક્રિકેટથી ઘણા મહિનાથી દૂર રહ્યો છે. 

શમી પોતાની ઈજાથી ખૂબ સારી રીતે રિકવર થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર શમી હાલ એનસીએમાં પોતાની વાપસીના અંતિમ તબક્કામાં છે અને ગયા મહિને તેણે બોલિંગ શરૂ કરી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે ફિટ થયા બાદ શમીએ ધીમે-ધીમે પોતાની બોલિંગનો કાર્યભાર વધાર્યો છે. 

આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકાની સીમિત ઓવરોના પ્રવાસ પર રવાના થયા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય સેલેક્ટર અજીત અગરકરે કહ્યું હતું કે શમીએ બોલિંગ શરૂ કરી દીધી છે. તેનું લક્ષ્ય 19 સપ્ટેમ્બરથી ચેન્નઈમાં બાંગ્લાદેશ વિરુદ્ધ શરૂ થનાર ભારતની પહેલી ટેસ્ટ મેચ રમવાનું છે જેથી તે આંતરરાષ્ટ્રીય સ્તર પર વાપસી કરી શકે.


Google NewsGoogle News