Get The App

યુવરાજે જે ખેલાડીને કારણે 1 ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા એ જ ખેલાડી અંગ્રેજોને શીખવાડશે 'ક્રિકેટ'!

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
યુવરાજે જે ખેલાડીને કારણે 1 ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા એ જ ખેલાડી અંગ્રેજોને શીખવાડશે 'ક્રિકેટ'! 1 - image
Image: Twitter

Andrew Flintoff Could Become England New Coach: ભારતીય ટીમના નવા કોચ ગૌતમ ગંભીર શ્રીલંકા સામેની T20 સીરિઝથી પોતાના કાર્યકાળની શરૂઆત કરશે. ગંભીર પહેલીવાર કોઈ નેશનલ ટીમ સાથે કામ કરી રહ્યો છે. ત્યારે હવે ગંભીર સાથે રમી ચૂકેલો એક દિગ્ગજ ખેલાડી પણ અન્ય ટીમના કોચ બનવાની રેસમાં છે. આ ખેલાડી પોતાના સમયમાં સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંનો એક હતો. જે કાર અકસ્માતમાં મોતને હરાવી ચૂક્યો છે.

આ પણ વાંચો: અમે ટેસ્ટમાં 1936નો વર્લ્ડ રેકોર્ડ તોડીશું...' દિગ્ગજ બેટરે કર્યો મોટો દાવો, ટીમ પર વ્યક્ત કર્યો વિશ્વાસ

ઘણાં સમયથી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચ પદને લઇને ચર્ચાઓ થઇ રહી છે. મનાઈ રહ્યું છે કે વનડે વર્લ્ડકપ 2023 અને T20 વર્લ્ડકપ 2024માં ટીમના ખરાબ પ્રદર્શનને લઈને ટીમને નજીકના ભવિષ્યમાં નવો કોચ મળી શકે છે. હાલમાં સફેદ બોલ ક્રિકેટમાં ઇંગ્લેન્ડની ટીમનો મુખ્ય કોચ મેથ્યુ મોટ છે. તેને વર્ષ 2022માં કોચ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી. મોટનો કોન્ટ્રાક્ટ ચાર વર્ષ સુધી હતો. જેમાંથી વર્ષ પૂરા થયા છે. હવે ટીમના નવા મુખ્ય કોચ બનવાની રેસમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એન્ડ્ર્યુ ફ્લિન્ટોફનું નામ આગળ ચાલી ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: ગંભીરનો KKR વાળો પ્લાન, ટીમ ઇન્ડિયા માટે શોધ્યો 'સુનીલ નરેન' જેવો તોફાની ઓલરાઉન્ડર

એન્ડ્રુ ફ્લિન્ટોફની શાનદાર કારકિર્દી

એન્ડ્રુ ફ્લિન્ટોફને ઈંગ્લેન્ડના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક ગણવામાં આવે છે. તેણે ઈંગ્લેન્ડ માટે 79 ટેસ્ટ અને 141 વન-ડે મેચ રમી હતી. વર્ષ 2009માં ફ્લિન્ટોફે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેણે પોતાની કારકિર્દી દરમિયાન ટેસ્ટમાં 3845 રન બનાવ્યા અને 226 વિકેટ ઝડપી હતી. સાથે જ તેણે વનડેમાં 3394 રન અને 169 વિકેટ લીધી હતી. આ ઉપરાંત ફ્લિન્ટોફે ઈંગ્લેન્ડ માટે 7 T20 મેચ રમી હતી, જેમાં 76 રન અને 5 વિકેટ ઝડપી હતી. તેની શાનદાર કારકિર્દી દરમિયાન, તે પોતાની રમત અને વર્તનને લીધે ઘણાં વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહ્યો હતો.

યુવરાજે જે ખેલાડીને કારણે 1 ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા એ જ ખેલાડી અંગ્રેજોને શીખવાડશે 'ક્રિકેટ'! 2 - image


Google NewsGoogle News