Get The App

VIDEO: અવિશ્વસનિય કેચ પકડી ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડરે સૌ કોઈને ચોંકાવ્યાં, વીડિયો થયો વાયરલ

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
VIDEO: અવિશ્વસનિય કેચ પકડી ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડરે સૌ કોઈને ચોંકાવ્યાં, વીડિયો થયો વાયરલ 1 - image


Image: Facebook

The Hundred 2024: ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર મિચેલ સેંટનરે ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલી ધ હન્ડ્રેડમાં એક અદ્ભુત કેચ પકડીને લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. મિચેલ સેન્ટનરના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ધ હન્ડ્રેડમાં નોર્ધન સુપરચાર્જર્સ માટે રમી રહેલા સેંટનરે લંડન સ્પિરિટ વિરુદ્ધ માઇકલ પેપરનો કેચ પકડ્યો. મિચેલ સેંટનરની ટીમે ડીએલએસના આધારે જીત નોંધાવી.

ક્રિકેટમાં જૂની કહેવત છે- 'કેચ પકડો, મેચ પકડો.' ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનરે ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલી ધ હન્ડ્રેડ 2024માં આને યોગ્ય સાબિત કરીને બતાવી. સેન્ટનરે નોર્ધન સુપરચાર્જર્સ માટે રમતા લંડન સ્પિરિટના ઓપનર માઇકલ પેપરનો શ્રેષ્ઠ કેચ પકડ્યો.

ટુર્નામેન્ટની 29મી મેચમાં રીસ ટોપલીએ 11મો બોલ નાખ્યો, જેની પર જમણાં હાથના બેટ્સમેન પેપરે મિડ ઓનની ઉપરથી શોટ રમ્યો. મિડ ઓન પર હાજર મિચેલ સેન્ટનરે પાછળની તરફ દોડતાં અને ડાઇવ લગાવીને શાનદાર કેચ પકડ્યો. આ કેચને જોઈને સૌ કોઈ ચોંકી ગયા. લોકો સેન્ટનરના કેચને 'કેચ ઓફ ધ સિઝન' માની રહ્યા છે. સેન્ટનરના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. સેંટનરે શ્રેષ્ઠ કેચ પકડ્યો અને તેની ટીમ નોર્ધન સુપરચાર્જર્સે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે 21 રનથી જીત નોંધાવી.

સેંટનરની બોલિંગ

મિચેલ સેન્ટનરે આ મેચમાં ખૂબ સારી બોલિંગ પણ કરી. તેણે 15 બોલ નાખ્યા, જેમાંથી છ ડોટ રહ્યા અને 14 રન આપ્યા. નોર્ધન સુપરચાર્જર્સ માટે સૌથી સફળ બોલર લેગ સ્પિનર આદિલ રાશિદ રહ્યો. રાશિદે 20 બોલમાં 16 રન આપીને ત્રણ વિકેટ લીધી. રીસ ટોપલી અને મેથ્યુ પોટ્સને બે-બે સફળતા મળી. 

લંડન સ્પિરિટે મેચમાં પહેલા બોલિંગ કરી અને 100 બોલમાં 8 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા. કીટન જેનિંગ્સ 30, રવિ બોપારા 31 અને લિયામ ડોસન 27 એ ઉમદા ઇનિંગ રમી. જવાબમાં નોર્ધન સુપરચાર્જર્સે 44 બોલમાં એક વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા. ડીએલએસે અનુસાર નોર્ધને 44 બોલમાં 44 રન બનાવવાની જરૂર હતી પરંતુ તે પોતાના લક્ષ્યથી આગળ હતી. વરસાદના કારણે આગળની રમત રમી શકાઈ નહીં.


Google NewsGoogle News