ક્રિકેટના ઈતિહાસનો સૌથી કમનસીબ બોલર! ત્રણ દિગ્ગજોના કેચ બાફ્યા અને ત્રણેયે ફટકારી બેવડી સદી

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
ક્રિકેટના ઈતિહાસનો સૌથી કમનસીબ બોલર! ત્રણ દિગ્ગજોના કેચ બાફ્યા અને ત્રણેયે ફટકારી બેવડી સદી 1 - image


Most Unlucky bowler in the history of cricket : દરેક કાર્યમાં કઠોર મહેનત સાથે સાથે નસીબનો સાથ હોવો પણ એટલો જ જરુરી છે.  ક્રિકેટ જગતમાં એવા કેટલાય ઉદાહણો છે કે, જ્યારે કોઈ મહાન બેટર નાના સ્કોર પર કેચ ચૂકી ગયો હોય અને તેનો ફાયદો તેનો ફાયદો ઉઠાવીને તે વિશાળ સ્કોર બનાવવામાં કામયાબ થયો હોય છે. તો કેટલાક એવા પણ ઉદાહરણો છે કે, જ્યારે  DRS સિસ્ટમ અમલમાં આવે તે પહેલાં કોઈ બેટર આઉટ હોવા છતાં પણ અમ્પાયરની 'કૃપાદ્વષ્ટિ ' મેળવીને સફળ રહ્યા છે. અને તે પછીથી સદી અથવા બેવડી સદી ફટકારી હતી. આવા કિસ્સાઓમાં અમ્પાયરને ખ્યાલ ન હતો કે બેટર આઉટ છે અને તેનો નિર્ણય બોલરની અપીલની વિરુદ્ધ ગયો. તો વળી એવા પણ કેટલાક ક્રિકેટરો છે, જેમને તેમની શરૂઆતની સીરીઝમાં નસીબનો ખૂબ સાથ મળ્યો હતો અને તેનો ફાયદો ઉઠાવીને તેઓ ભવિષ્યમાં મોટા ખેલાડી બન્યા છે.

આમ છતાં કેટલાક કિસ્સામાં તેનાથી ઉલ્ટું જોવા મળ્યું છે. જેમાં કેટલાક એવા ક્રિકેટરો છે, કે જેમને આવું નસીબ નથી મળ્યું. વીરેન્દ્ર સેહવાગ ઉપરાંત ભારત માટે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજા બેટર કરુણ નાયર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે ડિસેમ્બર 2016માં આ મોટી સિદ્ધિ હાંસલ કર્યા બાદ માત્ર ત્રણ ટેસ્ટમાં જ ટીમ ઈન્ડિયામાંથી બહાર ફેંકાઈ ગયો હતો, અને તે હજુ પણ તેની વાપસીની રાહ જોઈ રહ્યો છે.

આ યાદીમાં ફાસ્ટ બોલર ઈશાંત શર્માને કેમ ભૂલી શકાય. તેનું પણ નામ લઈ શકાય છે. કેટલીક ટેસ્ટ મેચોમાં તેણે સારી બોલિંગ કરી અને બેટરને 'આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ' ખૂબ કર્યા. પરંતુ કમનસીબે વિકેટ ન લઈ શક્યો. 2008ની ટેસ્ટમાં રિકી પોન્ટિંગ સામે તેનો જબરદસ્ત સ્પેલ દરેકને યાદ હશે. આ સ્પેલમાં પોન્ટિંગ તેમની લગભગ દરેક બોલ પર આઉટ થતાં બચતો રહ્યો હતો. તે બાદમાં ઈશાંતે આ ઓસ્ટ્રેલિયન બેટરની વિકેટ લીધી હતી.

આવો જ એક દુ:ખદ સંયોગ ઈશાંત સાથે પણ જોડાયેલો છે, જે 'લમ્બુ' તરીકે ઓળખાય છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વખત તેની બોલિંગ દરમિયાન તે વિરોધી ટીમના જાણીતા બેટરનો કેચ ચૂકી ગયો હતો. અને આ ત્રણેય પ્રસંગોએ બેટરને તેનો ફાયદો ઉઠાવ્યો અને મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયા અને ઈશાંત માટે આ 'જીવનદાન' ઘણું ભારે પડ્યું હતું. ઈશાંત ઓસ્ટ્રેલિયાના માઈકલ ક્લાર્ક, ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમ અને ઈંગ્લેન્ડના એલિસ્ટર કૂકનો કેચ છોડી દીધો હતો. તેમાંથી બે બેટરોએ ત્રેવડી સદી ફટકારી અને એકે 294 રન બનાવ્યા. ટેસ્ટ ક્રિકેટમાં આ ત્રણેય બેટર્સનો ટેસ્ટ ક્રિકેટનો આ સૌથી મોટો સ્કોર હતો.

આવો જોઈએ આ ત્રણ  ટેસ્ટ સાથે જોડાયેલી આ ખાસ ઘટનાઓ

ભારત Vs ઈંગ્લેન્ડ, બર્મિંગહામ ટેસ્ટ 2011

બર્મિંગહામ ટેસ્ટમાં ઈશાંતના હાથે એલિસ્ટર કૂક કેચ છૂટી ગયો હતો. અને ઈંગ્લેન્ડનો બેટર ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર 294 રન બનાવવામાં સફળ રહ્યો હતો. પ્રથમ દાવમાં ભારતના 224 રનના સ્કોરનો જવાબમાં ઈંગ્લેન્ડે કુકના 294 રન અને ઈયોન મોર્ગનના 104 રનની મદદથી 7 વિકેટે 710 રનના સ્કોર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ઈંગ્લીશ ઈનિંગની શરૂઆતમાં ઈશાંતના હાથે કૂક કેચ છૂટ્યો હતો. જોકે, આ આખી મેચમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ ખૂબ જ નબળી રહી હતી અને ફિલ્ડરો દ્વારા કેટલાક વધુ કેચ પણ છોડ્યા હતા. 

ભારત વિ ઓસ્ટ્રેલિયા, સિડની ટેસ્ટ 2012

વર્ષ 2012ની સિડની ટેસ્ટમાં જ્યારે ઈશાંત તેની બોલિંગ પર માઈકલ ક્લાર્કનો કેચ ચૂકી ગયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયન બેટર 182ના સ્કોર પર હતા. ક્લાર્કે એક ડિફેંસિવ શોટ રમ્યો હતો. જે સીધો ઈશાંતના જમણા ભાગમાં આવ્યો હતો, પરંતુ બોલર ફોલો થ્રૂ પર પ્રતિક્રિયા આપવામાં થોડો મોડા પડ્યો હતો અને તક ચૂકી ગયો. જ્યારે કેચ છોડ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટે 370 રન હતો. બાદમાં કેપ્ટન ક્લાર્કે 329 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ત્રેવડી સદી, રિકી પોન્ટિંગના 134 અને માઈકલ હસીના અણનમ 150 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 659 રન પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો અને ઈનિંગ્સના માર્જીનથી મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ક્લાર્કને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

ભારત વિ ન્યુઝીલેન્ડ, વેલિંગ્ટન ટેસ્ટ 2014

ઈશાંતના હાથે વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમનો કેચ છૂટી ગયો હતો. એક રીતે આ કેચ છોડવો, એ ભારતની પકડમાંથી મેચ ગુમાવવા જેવું હતું. 2014ની આ ટેસ્ટમાં કિવી ટીમ પ્રથમ દિવસે પ્રથમ દાવમાં માત્ર 192 રન (ઈશાંત શર્મા 6/51) પર આઉટ થઈ ગયો ગતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 430 રન બનાવ્યા હતા અને 138 રનની મહત્ત્વની લીડ મેળવી હતી. બીજા દાવમાં પણ એક સમયે ન્યુઝીલેન્ડની 5 વિકેટ 94 રનમાં પડી ગઈ હતી અને ભારતની જીત એક ઔપચારિકતા જોવા મળી રહી હતી.

વિકેટકીપર બેટર મેક્કુલમ અને બીજે વોટલિંગ ક્રિઝ પર હતા. મેક્કુલમ 36 રનના અંગત સ્કોર પર હતો, ત્યારે ઈશાંત તેનો કેચ ચૂકી ગયો હતો. ઇનિંગના 55મા બોલ પર અને ઇશાંતની 15મી ઓવરના બીજા બોલ પર મેક્કુલમનો સ્ટ્રોક વહેલો રમવામાં આવ્યો અને બોલ બાઉન્સ થઈને બોલરના જમણા હાથની બાજુથી આવ્યો, પરંતુ તે તેને પકડી શક્યો નહીં. આ જીવનદાન ટીમ ઈન્ડિયા માટે ઘણું મોંઘું સાબિત થયું. જો ઈશાંતે આ કેચ પકડ્યો હોત તો કિવી ટીમનો સ્કોર 6 વિકેટે 130 રન થઈ ગયો હોત.

મેક્કુલમનો બીજો કેચ પાછળથી ભારતીય વિકેટકીપર ધોની 293ના સ્કોર પર ચૂકી ગયો હતો. પરંતુ ધોની નસીબદાર હતો કે, થોડા બોલ બાદ તે ઝહીરના બોલ પર આ બેટ્સમેનનો કેચ લેવામાં સફળ રહ્યો હતો. મેક્કુલમે આ મેચમાં 302 રનની ઇનિંગ રમી હતી. તેની ત્રેવડી સદી અને બેટલિંગ (124) અને જેમ્સ નીશમ (137)ની સદીની મદદથી કિવી ટીમ આ ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહી હતી.



Google NewsGoogle News