'ભૂલ ભારે પડશે, 18 કરોડમાં વેચાશે ધૂરંધર બેટર...' IPLમાં લખનઉની ટીમને દિગ્ગજની સલાહ
Image: Facebook
IPL 2025: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ફેમસ કમેન્ટેટર આકાશ ચોપડાએ આઈપીએલ 2025 ઓક્શનથી પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) ને ત્રણેય ખેલાડીઓને રિટેન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે કેપ્ટન કેએલ રાહુલને જરૂર રિટેન કરવા જોઈએ. આકાશે ચેતવણી આપી કે જો રાહુલને રિલીઝ કરવામાં આવ્યો તો ઓક્શનમાં તેને 18 કરોડ સરળતાથી મળી જશે. ઉલ્લેખનીય છે કે એક ફ્રેન્ચાઈઝી વધુને વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે.
આકાશે કહ્યું, 'મારા વિચારમાં ત્રણ એવા ખેલાડી છે, જેમને એલએસજી રિટેન કરી શકે છે. ચોથો અનકેપ્ડ ઈન્ડિયન તરીકે હોઈ શકતો હતો પરંતુ તે અનકેપ્ડ રહેશે નહીં. હું વાત કરી રહ્યો છું મયંક યાદવની. મયંકને 31 ઓક્ટોબર પહેલા ઈન્ડિયા કેપ મળી જશે. જો તેમણે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરી લીધું તો પછી રિટેન કરવાનો ફાયદો નથી. પછી મયંક માટે આરટીમ (રાઈટ ટુ મેચ) કાર્ડ ઉપયોગ કરવામાં આવી શકે છે.'
પૂર્વ ક્રિકેટરે કહ્યું, 'પહેલા કેએલ રાહુલ છે કેમ કે તમે કેપ્ટન પણ બનવા ઈચ્છો છો. તે ફ્રેંચાઈઝીનો ચહેરો છે. તે 18 કરોડ રૂપિયામાં મળવાનો નથી. જો રાહુલ ઓક્શનમાં ગયો તો 18 કરોડ તો પાક્કા લઈને આવશે. આમ પણ તમે કેપ્ટનને છોડતાં નથી. નિરંતરતા, જોડાણ, પ્રેમ અને રિલેશનશિપ માટે કેપ્ટનને જાળવી રાખવો ખૂબ જરૂરી છે.' એલએસજીએ વર્ષ 2022માં આઈપીએલ ડેબ્યૂ કર્યુ હતુ અને ત્યારથી રાહુલ ફ્રેંચાઈઝીની કમાન સંભાળી રહ્યો છે.
આકાશે વધુમાં જણાવ્યું કે 'બીજા નંબરે વેસ્ટઈન્ડિઝના નિકોલસ પૂરન છે. એલએસજીએ ગઈ વખતે પૂરનને 16 કરોડ આપ્યા હતા. તે એટલાનો જ પ્લેયર છે. ટી20 ક્રિકેટમાં તેમણે જે રીતનું પ્રદર્શન કર્યું છે, તેને જોતાં પૂરનને રિટેન કરવા જોઈએ. તે શાનદાર ખેલાડી છે. તેમણે કહ્યું, 'ત્રીજા નંબરે કોઈ ભારતીય વિશે વિચારી રહ્યો નથી. હું દેવદત્ત પડિક્કલ, રવિ બિશ્નોઈ વિશે વિચારી રહ્યો નથી કેમ કે સ્પિનર 11 કરોડ સુધી જવાના નથી.'
કમેન્ટેટરે કહ્યું, 'હું કૃણાલ પંડ્યા વિશે વિચારી રહ્યો નથી. તે સારો છે. તેનું સ્કિલ લેવલ સિદ્ધિમાં મર્યાદિત છે. કૃણાલને 11 કરોડ વધુ થઈ જશે. હું ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ અંગે વિચારી રહ્યો છું. તેને 10 કરોડમાં પહેલા પણ રિટેન કરવામાં આવ્યો હતો. તે ગેમ ચેન્જર પ્લેયર છે. હું આ ત્રણ વિશે વિચારી રહ્યો છું. જો મયંક અનકેપ્ડ રહે છે તો તેને પણ, નહીંતર ઓક્શનમાં જવા દો અને આરટીએમ ઉપયોગ કરો.'