Get The App

મેદાન બહાર બેસીને બનાવ્યો માસ્ટર પ્લાન, હૈદરાબાદને ફાઈનલમાં પહોંચાડી દીધી આ દિગ્ગજે

Updated: May 25th, 2024


Google NewsGoogle News
મેદાન બહાર બેસીને બનાવ્યો માસ્ટર પ્લાન, હૈદરાબાદને ફાઈનલમાં પહોંચાડી દીધી આ દિગ્ગજે 1 - image


Image: Facebook

IPL 2024: પેટ કમિન્સની કેપ્ટનશિપ વાળી સનરાઈઝર્સ હૈદરાબાદે 24 મે એ રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવ્યું અને આ જીત સાથે જ હૈદરાબાદની ટીમે ફાઈનલમાં પ્રવેશ કરી દીધો. સનરાઈઝર્સ હૈદરાબાદની જીત માટે રિયલ હીરો તેનો ઈમ્પેક્ટ પ્લેયર શાહબાજ અહેમદ રહ્યો જેણે બેટથી 18 રનની મહત્વની ઈનિંગ રમી અને તે બાદ બોલથી 3 વિકેટ લીધી. 

આ મેચમાં મળેલી જીત બાદ પેટ કમિન્સે જણાવ્યું કે તેના શાહબાજ અહેમદને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પસંદ કરવાનો નિર્ણય ટીમના હેડ કોચ ડેનિયલ વિટોરીનો હતો. પેટ કમિન્સે કહ્યું કે ડેન વિટોરી ડાબા હાથના ઓર્થોડોક્સ અને જેટલું હોય તેટલું જમણા હાથના ઓર્થોડોક્સ ઈચ્છતા હતા.

પેટ કમિન્સે આગળ કહ્યું કે અમારા ખેલાડી આખી સીઝન શાનદાર રહ્યા છે. જેમ કે તમે જોઈ શકો છો ટીમમાં એક શાનદાર ઉત્સાહ છે અને સીઝનની શરૂઆતમાં ફાઈનલનું લક્ષ્ય હતું અને અમે તેને પ્રાપ્ત કર્યું. અમે જાણતા હતા કે અમારી તાકાત અમારી બેટિંગ છે અને અમે આ ટીમમાં હાજર અનુભવને ઓછો આંકીશું નહીં, ભુવી, નટ્ટુ અને ઉનડકટનું હોવું એક સ્વપ્ન છે, જેનાથી મારુ કામ સરળ થઈ જાય છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની તરફથી અભિષેક શર્મા IPL 2024માં બેટથી ધમાલ મચાવતા નજર આવ્યા જ પરંતુ આ યુવા ખેલાડીએ બોલથી પણ શાનદાર પ્રદર્શન કર્યું, જેને જોઈને કેપ્ટન પેટ કમિન્સ પણ ચોંકી ગયો. 

પેટ કમિન્સે મેચ બાદ કહ્યું કે આ એક આશ્ચર્યની વાત હતી. જમણા હાથના અમુક બેટ્સમેનોએ તેમાંથી એકને આઉટ કરવાનો પ્રયત્ન કર્યો અને તેણે સુંદર બોલિંગ કરી. તે બંનેએ વચ્ચેની ઓવરોમાં પોતાની બોલિંગથી જીત મેળવી. 170 રનનો પીછો કરવો અઘરો હતો અને અમને અમુક વિકેટ મળી જતી તો અમને ખબર હતી કે અમારી પાસે તક છે. હુ ક્યારેય પણ દર અઠવાડિયે અલગ-અલગ પિચ અને પરિસ્થિતિઓ પર કામ કરવાનો દેખાવો કરીશ નહીં. આ પૂર્ણ ફ્રેન્ચાઈઝી માટે છે.  


Google NewsGoogle News