Get The App

IPL 2024: KKRના આ ખેલાડીને ખોટા ઈશારા કરવા ભારે પડ્યા, BCCIએ એક મેચ માટે લગાવ્યો પ્રતિબંધ

Updated: May 1st, 2024


Google NewsGoogle News
IPL 2024: KKRના આ ખેલાડીને ખોટા ઈશારા કરવા ભારે પડ્યા, BCCIએ એક મેચ માટે લગાવ્યો પ્રતિબંધ 1 - image


Image: Facebook

Harshit Rana: IPL 2024ના પ્લેઓફની રેસમાં સામેલ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને દિલ્હી કેપિટલ્સ સામે મળેલી જીત બાદ ખરાબ સમાચાર મળ્યાં. ટીમના ઝડપી બોલર હર્ષિત રાણા પર દિલ્હી પર સાત વિકેટથી મળેલી જીતમાં IPLની આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને એક મેચનું સસ્પેન્શન. તેની પર મેચ રેફરીએ મેચ ફી નો 100 ટકા દંડ લગાવ્યો છે.

ગત મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો બેટ્સમેન મયંક અગ્રવાલ આઉટ થયો ત્યારે રાણાએ હવામાં કિસ કરી હતી તે બદલ તેને ફી નો 60 ટકા દંડ ભરવો પડ્યો હતો. દિલ્હી સામે અભિષેક પોરેલની વિકેટ પડવા પર તેણે લગભગ આ હરકત ફરી વખત કરી. તેણે પોરેલની તરફ હાથનો ઈશારો કરીને પવેલિયન ફરવાનો સંકેત આપ્યો અને ફ્લાઈંગ કિસનો ઈશારો કરતા કરતા રોકાઈ ગયો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નો બોલ વિવાદમાં હર્ષિત રાણા સામેલ હતો. તેના બોલ પર થર્ડ અમ્પાયરના આઉટ આપ્યા બાદ ખૂબ વિવાદ થયો હતો. 

IPLએ એક નિવેદનમાં કહ્યું, રાણાએ IPL આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ એકનો ગુનો કર્યો છે અને તેણે પોતાની સજા સ્વીકારી લીધી છે. લેવલ એકના ગુનામાં મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય હોય છે. હવે તે મુંબઈ ઈન્ડિયન્સ સામે કેકેઆરની આગમી મેચ રમી શકશે નહીં. 

કોલકાતા નાઈટરાઈડર્સની ટીમે દિલ્હી સામે જીત મેળવતા 12 નો સ્કોર પ્રાપ્ત કર્યો હતો. તેના પ્લેઓફનો માર્ગ આ જીત બાદ સરળ થઈ ગયો. અત્યારે પોઈન્ટ ટેબલમાં 9 માંથી 6 મેચ જીતીને ટીમ બીજા સ્થાને છે. તેની પાસે 5 મેચ વધી છે અને બે જીત સાથે જ તે પ્લેઓફમાં સ્થાન પાક્કું કરી લેશે.


Google NewsGoogle News