Get The App

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમનો દબદબો, સૌથી મોટો સ્કોર બનાવી ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Indian Women Cricket Team Record Against South Africa


Indian Women Cricket, IND Vs SA: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ધુંઆધાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાની ટીમને ઘૂંટણીએ લાવી દીધી હતી. ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે પહેલી ઇનિંગ ભારતે 6 વિકેટે 603 રન કરી ડિકલેર કરી હતી. આ સાથે ભારતે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

આ પણ વાંચો: ICC ફાઇનલમાં કેવો છે રોહિત શર્મા અને વિરાટનો રેકૉર્ડ? આ ખેલાડી બે વખત બનાવી ચૂક્યો છે 50+

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બનાવ્યો રેકોર

આંતરરાષ્ટ્રીય મહિલા ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ સ્કોર બનાવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ટીમના નામે હતો. તેમણે દક્ષિણ આફ્રિકા સામે નવ વિકેટે 575 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે પર્થમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. એનેરી ડર્કસેનની 109મી ઓવરના શરૂઆતના બોલ પર રિચા ઘોષે (86 રન) ચોગ્ગો ફટકારીને ભારત માટે નવો રેકોર્ડ બનાવ્યો હતો. જેમિમાહ રોડ્રિગ્સ (55 રન)એ કેપ્ટન હરમનપ્રીત કૌર (69 રન) અને ઋચાએ અડધી સદી ફટકારીને અંતિમ સ્કોરમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ભારતીય મહિલા ટીમે પહેલા દિવસે ચાર વિકેટે 525 રન બનાવ્યા હતા, જે ટેસ્ટ મેચમાં એક દિવસમાં સૌથી વધુ સ્કોર પણ હતો.

આ પણ વાંચો: IND vs SA: દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી, કઈ ટીમ લઈ જશે T20 World cup ની ટ્રોફી

સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ બનાવ્યો નવો રેકોર્ડ

ભારતની આ ઉપલબ્ધિમાં સૌથી મોટું યોગદાન ઓપનીંગ બેટર શેફાલી વર્મા (205 રન) અને સ્મૃતિ મંધાના (149 રન)નું છે. બંને વચ્ચે 292 રનની ઐતિહાસિક ભાગીદારી થઇ હતી. મહિલા ક્રિકેટમાં પહેલી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી પણ છે.


Google NewsGoogle News