Get The App

ક્રિકેટ ઈતિહાસની પહેલી ઘટના! ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાના હેઝલવુડ-ગ્રીનનો મહારેકોર્ડ

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ક્રિકેટ ઈતિહાસની પહેલી ઘટના! ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાના હેઝલવુડ-ગ્રીનનો મહારેકોર્ડ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 01 માર્ચ 2024 શુક્રવાર

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન અને ઝડપી બોલર સ્પેશિયાલિસ્ટ જોશ હેઝલવુડે ન્યૂઝીલેન્ડ સામે એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. આ જોડીએ ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી 10મી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી. આ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા માટે આ ચોથી સૌથી મોટી ભાગીદારી છે.

કેમરુન ગ્રીન અને જોશ હેઝલવુડે 10મી વિકેટ માટે 116 રન કર્યા

એક સમયે ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં હતુ અને પછી ગ્રીન-હેઝલવુડની જોડીએ વેલિંગ્ટન ટેસ્ટના બીજા દિવસે 10મી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી. કેમરુન ગ્રીન અને જોશ હેઝલવુડની જોડીએ 2004માં બ્રિસ્બેનમાં ન્યૂઝીલેન્ડ સામે 10મી વિકેટ માટે જેસન ગિલેસ્પી અને ગ્લેન મેક્ગ્રા દ્વારા કરવામાં આવી. 114 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડી દીધો. આ ટેસ્ટ ક્રિકેટમાં 10મી વિકેટ માટે ઓસ્ટ્રેલિયાના 100 રન કે તેનાથી વધુ ભાગીદારી હતી.

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ડિફેન્ડિંગ ચેમ્પિયનની શરૂઆત આ મેચમાં વધુ સારી રહી નહીં પરંતુ ટીમે પોતાની પહેલી ઈનિંગમાં કુલ 383 રનનો સ્કોર ઊભો કર્યો. આ ગ્રીનની 174 રનની ઈનિંગ હતી. જેણે ઓસ્ટ્રેલિયાને એક મજબૂત ટોટલ સુધી પહોંચાડ્યા. યુવાન ઓલરાઉન્ડરે દિવસની અંતિમ ઓવરમાં પોતાની બીજી ટેસ્ટ સદી પૂરી કરતા ધૈર્યપૂર્ણ ઈનિંગ રમી. 

હેઝલવુડની સાથે તેમણે આક્રમક વલણ અપનાવ્યુ. ટેસ્ટ ક્રિકેટમાં ગ્રીનની આ બીજી સદી હતી. આ પહેલા ગયા વર્ષે અમદાવાદમાં ભારત વિરુદ્ધ તેમણે ઓસ્ટ્રેલિયા માટે 114 રનની ઈનિંગ રમી હતી. 

ટેસ્ટમાં 10મી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ

ખેલાડી
રન
ટીમ
વિરુદ્ધ
ક્યારે

જો રુટ,

જેમ્સ એન્ડરસન

198
ઈંગ્લેન્ડ
Vભારત
2014

ફિલિપ હ્યૂઝ,

એશ્ટન એગર

163 
ઓસ્ટ્રેલિયા
Vઈંગ્લેન્ડ
2013

બ્રાયન હેસ્ટિંગ,

રિચર્ડ કોલિંગ

151 
 ન્યૂઝીલેન્ડ
Vપાકિસ્તાન 
1973

અજહર મહમૂદ,

મુશ્તાક અહમદ

151 
પાકિસ્તાન
Vસાઉથ આફ્રિકા
1997

દિનેશ રામદિન,

ટીનો બેસ્ટ

 143 
વેસ્ટઈન્ડિઝ
Vઈંગ્લેન્ડ
2012

Google NewsGoogle News