ટ્રાફિક જામમાં ફસાયો ક્રિકેટર તો ફાસ્ટેગ સિસ્ટમ પર કર્યો કટાક્ષ, લોકો કરવા લાગ્યા ટ્રોલ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
ટ્રાફિક જામમાં ફસાયો ક્રિકેટર તો ફાસ્ટેગ સિસ્ટમ પર કર્યો કટાક્ષ, લોકો કરવા લાગ્યા ટ્રોલ 1 - image


Image: Facebook

Shardul Thakur: ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી શાર્દુલ ઠાકુર માટે IPL 2024 કંઈ ખાસ રહ્યું નથી. તેણે આ સીઝનમાં 9 મેચ રમી અને આ દરમિયાન 5 વિકેટ લીધી. શાર્દુલે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટ પર ચાહકોના રસપ્રદ રિએક્શન જોવા મળ્યા. 

શાર્દુલ પોતાની કારથી ક્યાંક જઈ રહ્યો હતો. આ દરમિયાન તે હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાઈ ગયો. આ ટ્રાફિક જામ ટોલના કારણે થયો હતો. શાર્દુલે ફાસ્ટ ટેગ અંગે કટાક્ષ કર્યો. તેણે ટ્વીટર પર ફોટો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યુ, 'ફાસ્ટ ટેગ કે સ્લો ટેગ'

શાર્દુલની આ પોસ્ટ પર રસપ્રદ પ્રતિક્રિયા જોવા મળી. તેને ઘણા યુઝર્સે ટ્રોલ પણ કર્યો. એક યુઝરે લખ્યુ, તમારી બોલિંગની જેમ સ્લો. અન્ય યુઝરે લખ્યુ, ધોનીની 2019ની સેમીફાઈનલ ઈનિંગ્સથી ઓછુ સ્લો હશે. 

ઉલ્લેખનીય છે કે શાર્દુલ IPLમાં અત્યાર સુધી 95 મેચ રમી ચૂક્યો છે. તેણે આ દરમિયાન 94 વિકેટ લીધી છે. શાર્દુલની એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 36 રન આપીને 4 વિકેટ લેવાનું રહ્યું છે.


Google NewsGoogle News