Duleep Trophy: ભારતીય ટીમમાં ઓપનર બનવાની હરીફાઈ વધી, આ બે ખેલાડીઓ ઝળક્યાં
Image: X
Duleep Trophy: બાંગ્લાદેશ પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ ટીમ બે ટેસ્ટની સિરીઝ રમવા ભારત આવશે અને તે બાદ ટીમ રોહિત પાંચ ટેસ્ટની સિરીઝ રમવા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે. હાલ જ્યારે ઓપનરોની વાત આવે છે તો સ્પષ્ટ છે કે કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ટીમની પહેલી પસંદના ઓપનર છે પરંતુ જ્યારે સિરીઝ પાંચ ટેસ્ટની હશે તો સેલેક્ટરોને ત્રીજા ઓપનર તરીકે એક બેટ્સમેનને પસંદ કરવા પડશે અને રવિવારે ખતમ થયેલી દુલીપ ટ્રોફીમાં બે ઓપનરોએ દાવો ઠોક્યો છે. બંનેના દાવાનું પોત-પોતાનું નક્કર કારણ છે. દરમિયાન અગરકર એન્ડ કંપની માટે કોઈ એકની પસંદગી ખૂબ જ મુશ્કેલ છે. જો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બે ઓપનર જાય છે તો એક સવાલ એ પણ રહેશે કે જો નિયમિત ઓપનર રોહિત કે જયસ્વાલમાંથી કોઈ ઈજાગ્રસ્ત થઈ જાય છે તો કોણ ઈલેવનમાં ભાગ લેશે.
આ રેસ ખૂબ જ આકરી છે!
દુલીપ ટ્રોફીની ત્રણ મેચથી જે બે ઓપનરોએ દાવો ઠોક્યો છે તેમના રન આસપાસ જ છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં બીજા નંબર પર રહેલા ભારત બી ના કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન છે. છેલ્લા ઘણા વર્ષોથી ઘરેલુ ક્રિકેટમાં રન વરસાવી રહેલા અને ઘરેલુ ક્રિકેટમાં બંગાળ માટે રમનાર ઈશ્વરન પોતાના 30માં વર્ષમાં છે. તો 97 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છતાં તેમને ભારત માટે રમવાની તક મળી નથી. દુલીપ ટ્રોફીમાં ઈશ્વરને 3 મેચોમાં 77.25 સરેરાશ અને બે સદીથી 309 રન બનાવ્યા. એક અડધી સદી પણ તેણે ફટકારી. ત્રીજા ઓપનર માટે તેનો દાવો ખૂબ જ મજબૂત છે.
ઈશ્વરનને ટક્કર મળશે તમિલનાડુ માટે રમનાર અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડથી જેમના પક્ષમાં એક સહાનુભૂતિની લહેર પણ હોય તો તે પોતાની સાથે પૂર્વ ક્રિકેટરોનું સમર્થન અને ચાહકોની ભાવનાઓ પણ સાથે લઈને ચાલી રહ્યો છે. ઈશ્વરનથી બે વર્ષ નાનું હોવુ પણ તેના પક્ષમાં જાય છે. ગાયકવાડ દુલીપ ટ્રોફીમાં 3 મેચોની 6 ઈનિંગમાં 232 રનની સાથે સૌથી વધુ રન બનાવનારમાં ચોથા નંબરે રહ્યો. તેણે બે અડધી સદી ફટકારી. કુલ મળીને અગરકર એન્ડ કંપની માટે ત્રીજો ઓપનર પસંદ કરવો સરળ નથી.