મુંબઈ ઈન્ડિયન્સના કોચે T20 લીગમાં કરી ધુંઆધાર બેટિંગ, સિક્સર્સની હેટ્રીકનો વીડિયો થયો વાઇરલ
Image: Facebook
Caribbean Premier League: કેરેબિયન પ્રીમિયર લીગ 2024માં ઘણા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી મેચમાં ઘણી ટીમો પોતાનો રંગ જમાવી ચૂકી છે. 27 સપ્ટેમ્બરે ટ્રિબાગો નાઈટ રાઈડર્સ તરફથી કમાલનું પ્રદર્શન કરતાં મુંબઈ ઈન્ડિયન્સના કોચ કીરોન પોલાર્ડે ધમાકેદાર ઈનિંગ રમી. તેની ધમાકેદાર ઈનિંગે બારબાડોસ રોયલ્સના બોલર્સને હંફાવી દીધા. પોલાર્ડની ઈનિંગના દમ પર ટ્રિબાગો નાઈટ રાઈડર્સે મેચ પોતાના નામે કરી લીધી.
મુંબઈ ઈન્ડિયન્સના કોચની ધૂમ
સીપીએલ 2024માં બારબાડોસ વિરુદ્ધ કીરોન પોલાર્ડે શાનદાર ઈનિંગ રમી. તેમની ટીમ આ મેચમાં પહેલા બેટિંગ કરી રહી હતી. 5માં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા પોલાર્ડે પોતાની ધમાકેદાર બેટિંગ રજૂ કરી. તેણે 27 બોલમાં 42 રનની ઈનિંગ રમી. પોતાની ઈનિંગ દરમિયાન તેણે 4 ચોગ્ગા સિવાય 155.55 ના સ્ટ્રાઈક રેટની સાથે બેટિંગ કરી. કેશવ મહારાજ વિરુદ્ધ તેણે સતત 3 સિક્સર પણ મારી અને સાબિત કરી દીધું કે તેમાં હજુ ક્રિકેટ બાકી છે. હવે પોલાર્ડની ઈનિંગ ચર્ચામાં આવી ચૂકી છે. 37 વર્ષના પોલાર્ડ ઈન્ટરનેશનલ ફોર્મેટને અલવિદા કહી ચૂક્યા છે. તે બાદ તે દુનિયાની અન્ય ફ્રેંચાઈઝી લીગમાં ભાગ લેતા નજર આવે છે. આઈપીએલ 2024માં પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સ માટે બેટિંગ કોચની જવાબદારી સંભાળી હતી. તે બાદ તેણે ઈંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ 2024માં બેટિંગ કોચ તરીકે પોતાની સેવાઓ આપી હતી..
આવી હતી મેચની સ્થિતિ
સીપીએલ 2024ના મેચ નંબર 28માં પહેલા બેટિંગ કરતાં ટ્રિબાગો નાઈટ રાઈડર્સે 175/7 રન બનાવ્યા હતા. પોલાર્ડ સિવાય નિકોલસ પૂરને 15 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેના સિવાય આંદ્રે રસલે 12 બોલમાં 31 રનની ઈનિંગ રમી હતી. લક્ષ્યનો પીછો કરતાં બારબાડોસ 20 ઓવરમાં 145/9 રન બનાવ્યા. ટ્રિબાગોએ 30 રનથી મેચ પોતાના નામે કરી લીધી.
685 ટી20 મેચ રમવાનો અનુભવ
કીરોન પોલાર્ડને ટી20 ક્રિકેટ રમવાનો સારો અનુભવ રહ્યો છે. તેણે દુનિયાની લગભગ ફ્રેંચાઈઝી ક્રિકેટમાં ભાગ લીધો છે. અત્યાર સુધી રમાયેલી 685 ટી20 મેચમાં તેણે 31.19ની સરેરાશથી 13319 રન બનાવ્યા છે. આ દરમિયાન ઘાતક ઓલરાઉન્ડે 1 સદી સિવાય 60 અડધી સદી ફટકારી છે. બોલિંગમાં તેણે 326 બેટ્સમેનોને પોતાના હંફાવ્યા છે.