સંઘર્ષ ગાથા: અત્યંત ગરીબીમાં વીત્યું હતું રાજસ્થાન રૉયલ્સના આ ખેલાડીનું બાળપણ, ક્યારેય ન મળ્યો પિતાનો પ્રેમ
Image: Facebook
Rovman Powell: IPL 2024 પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. સંજૂ સેમસનની કેપ્ટનશિપ વાળી રાજસ્થાન રોયલ્સ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે અને લગભગ પ્લેઓફમાં સ્થાન બનાવી ચૂકી છે. રોયલ્સ માટે રમનાર વેસ્ટઈન્ડિઝના કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન રોવમેન પૉવેલનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે. તેને બેટિંગની વધુ તક મળી નથી પરંતુ જ્યારે પણ તેની બેટિંગ આવી છે તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાની છાપ છોડી છે.
પૉવેલને આજે ફ્રેન્ચાઈઝી ક્રિકેટથી કરોડો રૂપિયા મળી રહ્યા છે પરંતુ તેનું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યું છે. જમૈકામાં જન્મેલો આ સ્ટાર બેટ્સમેન આજે ભલે લેવિસ લાઈફ જીવતો હોય પરંતુ તેનું બાળપણ સંઘર્ષોથી ભરેલુ રહ્યુ છે. તેની કહાની જેણે પણ સાંભળી દંગ રહી ગયા. ક્યારેક 11-12 વર્ષના પૉવેલે પોતાની માતાને વચન આપ્યુ હતુ કે તે તેને અને પોતાની નાની બહેનને આ ગરીબીમાંથી બહાર કાઢશે. પૉવેલે પોતાનું વચન નિભાવ્યુ અને આજે તે પોતાની મહેનતથી તેમને એક શ્રેષ્ઠ જીવન આપી રહ્યો છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન કેરેબિયન કેપ્ટનની માતાએ ખુલાસો કર્યો કે પૉવેલના પિતા તેને ગર્ભમાં જ મારી નાખવા ઈચ્છતા હતા પરંતુ તેની માતાએ આવું થવા દીધું નહીં અને તેને જન્મ આપવાનો નિર્ણય કર્યો. પોવેલનો જન્મ 23 જુલાઈ 1993એ જમૈકાના સેન્ટ કેથરિનમાં થયો હતો. પોવેલ ખૂબ જ ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારે પરિવારની પાસે એક સમયના ભોજનના પણ રૂપિયા રહેતા નહોતા.
પોવેલને ક્યારેય તેના પિતાનો પ્રેમ મળ્યો નહીં. તે આજે પણ પોતાના પિતા અને તેના નજીકના સગા-વ્હાલા સાથે અંતર રાખે છે. એક વખત પોવેલને તેના પિતા વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ હતુ કે તે ક્યારેય તેમને મળ્યો નથી પરંતુ હુ તેમનો આભારી છુ કે તેમણે મને દુનિયામાં આવવા દીધો. 'મારુ બાળપણ ખૂબ જ તકલીફમાં પસાર થયુ છે પરંતુ હુ હંમેશા ભગવાન પર વિશ્વાસ રાખુ છુ. હુ તે બાળકોને કહેવા ઈચ્છુ છુ જેમના પિતા તેમની સાથે નથી. કોઈ વાંધો નહીં તમારી પાસે ભગવાન છે.'
વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર ઈયાન બિશપે જણાવ્યુ કે જ્યારે તે પોવેલને IPL રમતા જુએ છે તો ખૂબ ખુશી થાય છે. વેસ્ટઈન્ડિઝના ઝડપી બોલરે કહ્યુ કે જો કોઈની પાસે 10 મિનિટનો સમય છે તો જાવ અને યુટ્યૂબ પર રોવમેન પોવેલની જીવનની કહાની જુઓ. પછી તમને ખબર પડશે કે મારા જેવા ઘણા લોકો તેને રમતો જોઈને શા માટે આટલા ખુશ છે. તેણે ઘણા ખરાબ દિવસો જોયા છે. જ્યારે તે માધ્યમિક સ્કુલમાં હતો ત્યારે તેણે પોતાની માતાને વચન આપ્યુ હતુ કે તે ગરીબીમાંથી બહાર નીકળશે. તે સપનાને સાકાર કરવા જીવી રહ્યો છે.