વિરાટ સાથે ઝઘડનાર બોલરે 13 બોલની ઓવર ફેંકી, એમાંય 6 વાઇડ નાખ્યા, ટીમને મેચ હરાવી દીધી!
Image: Facebook
Zimbabwe vs Afghanistan: ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાનની વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝની પહેલી મેચ બુધવારે 11 ડિસેમ્બરની સાંજે હરારેમાં રમાઈ. આ મેચમાં મેજબાન ટીમે અફઘાનિસ્તાનને હરાવીને મોટો ઉલટફેર કર્યો. આ મેચ આમ તો ખૂબ જ રોમાંચક હતી. નવીન ઉલ હકે આ મેચમાં પોતાની એક ઓવરમાં 13 બોલ ફેંક્યા. 13માંથી 6 બોલ વાઇડ અને 1 નો બોલ હતો. ચાર વાઇડ બોલ તો નવીને સતત નાખ્યા. તેની આ મેરેથોન ઓવરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના ઝિમ્બાબ્વેની ઇનિંગની 15મી ઓવરની છે. આ ઓવર પહેલાં મેચ અફઘાનિસ્તાનના કંટ્રોલમાં હતી. નવીન ઉલ હકે ઓવરની શરુઆત જ વાઇડ બોલ સાથે કરી. તે બાદ પહેલાં બોલ પર તેણે એક રન આપ્યો અને બીજો બોલ જે નો બોલ હતો તેના પર ચોગ્ગો ફટકાર્યો.
ફ્રી હિટથી બચવાના પ્રયત્નમાં નવીન ઑફ સ્ટમ્પની બહાર બોલ નાખવા ઇચ્છતો હતો પરંતુ આ પ્રયત્નમાં તેણે 1-2 નહીં પરંતુ સતત ચાર બોલ વાઇડ નાખ્યા. જોકે તે તેમ છતાં પણ બચી શક્યો નહીં. જેવો નવીન સાઇડ ચેન્જ કરીને આવ્યો, સિકંદર રજાએ સામેની તરફ ચોગ્ગો લગાવ્યો. આના આગલા જ બોલ પર નવીને સિકંદર રજાની વિકેટ લીધી પરંતુ ઓવરનો અંત થતાં-થતાં તેણે એક તરફ વાઇડ બોલ નાખી દીધો.
ઝિમ્બાબ્વેએ અંતિમ બોલ પર નોંધાવી જીત
અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતાં 145 રનનો ટાર્ગેટ ઝિમ્બાબ્વેની સામે મૂક્યો હતો. આ સ્કોરને મેજબાન ટીમે અંતિમ બોલ પર ચેજ કર્યો. નવીન ઉલ હકનો આ 15મી ઓવર મેચનો ટર્નિંગ પોઈન્ટ રહ્યો. ઝિમ્બાબ્વે માટે જીતનો હીરો બ્રાયન બેનેટ રહ્યો જેણે ઈનિંગની શરૂઆત કરતાં 49 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. સીરિઝની બીજી મેચ 13 ડિસેમ્બરે આ મેદાન પર રમાવાની છે.