‘અફઘાનિસ્તાનની ટીમે અમને દરેક બાબતમાં...’, શરમજનક હાર પછી ન્યૂઝીલેન્ડના કેપ્ટનનું દર્દ છલકાયું

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
‘અફઘાનિસ્તાનની ટીમે અમને દરેક બાબતમાં...’, શરમજનક હાર પછી ન્યૂઝીલેન્ડના કેપ્ટનનું દર્દ છલકાયું 1 - image


Image: Facebook

T20 World Cup 2024: કેન વિલિયમસનની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં મોટા ઉલટફેરનો શિકાર થઈ ગઈ. ન્યૂઝીલેન્ડને શનિવારે અફઘાનિસ્તાનના હાથે 84 રનથી હાર મળી. આ ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના રનના હિસાબે સૌથી મોટી હાર છે. અફઘાનિસ્તાનને ગુયાનાના મેદાન પર 159/6નો સ્કોર ઊભો કર્યો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ઈનિંગ 15.2 માં 75 રન કર્યાં, જે ટી20 ક્રિકેટમાં તેનો ચોથો લઘુતમ સ્કોર છે. અફઘાનિસ્તાનના કેપ્ટન અને સ્ટાર લેગ સ્પિન રાશિન ખાને ચાર વિકેટ ફટકારી. પેસર ફજલહક ફારુકીને પણ આટલી જ વિકેટ મળી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનનું શરમજનક હાર પર દર્દ છલકાયું છે. તેણે કહ્યું કે અફઘાનિસ્તાને અમને ત્રણેય વિભાગમાં પછાડ્યા.

વિલિયમસને મેચ બાદ કહ્યું, સૌથી પહેલા અફઘાનિસ્તાન ટીમને શુભકામનાઓ. તેણે અમને દરેક વિભાગમાં પછાડ્યું. તે સ્કોર સુધી પહોંચવા માટે અફઘાનિસ્તાને પોતાની વિકેટ બચાવી અને સારો સ્કોર બનાવ્યો. અમારે આ હારને ઝડપથી ભૂલીને પોતાના આગામી પડકાર પર ધ્યાન આપવું પડશે. અમારે હવે આગળ વધવાની જરૂર છે. આ ટુર્નામેન્ટમાં ગેમ ઝડપથી આવે છે. 160 રનના લક્ષ્યનો પીછો કરવો મુશ્કેલ હતો. અમને ભાગીદારીની જરૂર હતી. અફઘાનિસ્તાનના સ્પિનર્સની પાસે જે સ્કિલ છે, તેણે અમારો માર્ગ મુશ્કેલ બનાવ્યો. અમારી ફીલ્ડિંગ નિરાશાજનક રહી, ખાસ કરીને શરૂઆતી 10 ઓવરમાં. અમારી પાસે તક હતી જેને અમે ઝડપી ન શક્યા.

આ અંગે વિલિયમસન કહ્યું કે, અમારે યોગ્ય દિશામાં પગલા ઉઠાવવાની જરૂર છે. અમે જાણીએ છીએ કે અમે આજના પ્રદર્શનની તુલનામાં શ્રેષ્ઠ છીએ. અમારે આગળ વધવું પડશે અને આગામી મેચમાં ઉતરવા માટે પોતાને બેસ્ટ ચાન્સ આપવો પડશે. અમે અમારી તકનો લાભ ઉઠાવ્યો નથી અને આ મેચના પરિણામને બદલવામાં ખૂબ મદદરૂપ સાબિત થયું. એક વખત જ્યારે તેમણે સ્કોર બનાવ્યો તો તેના બોલરોએ પોતાના કૌશલ્યનું સારું પ્રદર્શન કર્યું. અમે આની પર ચર્ચા કરીશું અને પછી આગામી મેચમાં સારી વાપસી કરવાનો પ્રયત્ન કરીશું. ગ્રૂપ સીનો ભાગ ન્યૂઝીલેન્ડ ટીમને ટુર્નામેન્ટમાં પોતાની બીજી મેચમાં સંયુક્ત મેજબાન વેસ્ટઈન્ડિઝ સાથે ટકરાવવાનું છે. આ મેચ 12 જૂને ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં આયોજિત થશે.


Google NewsGoogle News