ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવા તૈયાર છે 19 વર્ષનો આ ખેલાડી, વિસ્ફોટક બેટિંગથી ખેંચ્યું સૌ કોઈનું ધ્યાન
Image: Facebook
Musheer Khan: ઘણા યુવા સ્ટાર ક્રિકેટર સ્ટેટ લેવલ અને પછી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં સ્થાન બનાવવામાં સફળ થઈ ચૂક્યા છે. આ કડીમાં વધુ એક બેટ્સમેન છે, જે માત્ર 19 વર્ષની ઉંમરે પોતાના ટેલેન્ટના કારણે ચર્ચામાં છે. આ બેટ્સમેન બીજું કોઈ નહીં પરંતુ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી ચૂકેલો સરફરાજ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન છે. જે પોતાની બેટિંગ અંગે ચર્ચામાં છે. હવે ભારતના પૂર્વ વિકેટકીપર વિજય દહિયાએ મુશીર ખાનની મજબૂત માનસિકતાના વખાણ કરતાં કહ્યું કે જો આ યુવા બેટ્સમેન નિરંતરતા જાળવી રાખે તો તે ભવિષ્યમાં ભારતીય ટીમ માટે મહત્વનો સાબિત થઈ શકે છે.
દુલીપ ટ્રોફીમાં રમી અવિશ્વસનીય ઈનિંગ
મુશીરે બેંગ્લુરુમાં ચાલી રહેલી દુલીપ ટ્રોફીમાં ભારત એ વિરુદ્ધ ભારત બી માટે 181 રન બનાવીને તમામને પ્રભાવિત કર્યાં. તેની ઈનિંગથી ભારત બી ને 7 વિકેટ પર 94 રનના સ્કોરથી વાપસી કરવા અને પહેલી ઈનિંગમાં 321 રન બનાવવામાં મદદ કરી. પૂર્વ ક્રિકેટર દહિયાએ કહ્યું, 'મુશીરને તેની માનસિકતા સૌથી અલગ બનાવે છે કેમ કે તે મજબૂત માનસિકતા વાળો ખેલાડી છે.'
'હું ભવિષ્યવાણી કરી શકતો નથી, પરંતુ...'
વિજય દહિયાએ આગળ કહ્યું, 'હું ભવિષ્યવાણી કરી શકતો નથી, પરંતુ તે સતત રન બનાવતો રહ્યો તો તે ભારતીય ટીમ માટે ખૂબ સારો વિકલ્પ હોઈ શકે છે.' મુશીરની નિરંતરતા અંગે દહિયાએ કહ્યું, 'તેની બેટિંગની સૌથી ખાસ વાત તેની નિરંતરતા છે. તેણે રણજી ટ્રોફી સેમિફાઈનલ અને ફાઈનલમાં રન બનાવ્યા અને પછી 2024માં ઘરેલુ ક્રિકેટના પહેલા દિવસે સદી ફટકારી.' દહિયાએ એ પણ કહ્યું કે 'મુશીરે ડાબા હાથના સ્પિનર તરીકે શરૂઆત કરી અને પછી બેટિંગમાં અહીં સુધી પહોંચવાથી ખબર પડે છે કે જો તમે મહેનતથી કોઈ બાબતની પાછળ પડી જાવ તો તે જરૂર મળે છે.'
ફર્સ્ટ ક્લાસ કરિયરમાં શાનદાર રેકોર્ડ
મુશીર ખાનનો ફર્સ્ટ ક્લાસ કરિયરમાં શાનદાર રેકોર્ડ છે. પોતાના અત્યાર સુધીના નાના કરિયરમાં જ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. તેણે 7 ફર્સ્ટ ક્લાસ મેચોમાં ત્રણ સદી અને એક અડધી સદી ફટકારી છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 203 રન છે. તેના નામે અત્યાર સુધી રેડ બોલ ફોર્મેટમાં 11 ઈનિંગમાં 64.54ની સરેરાશથી 710 રન થઈ ગયા છે.
અંડર-19 વર્લ્ડ કપમાં મચાવી હતી ધૂમ
આ વર્ષે થયેલી અંડર-19 વર્લ્ડ કપમાં પણ મુશીર ખાનનું બેટ રોકાવાનું નામ લઈ રહ્યું નથી. મુશીરે ટુર્નામેન્ટમાં 360 રન કર્યા હતા, જે કોઈ પણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા બીજા સૌથી વધુ રન છે. મુશીર આ ICC ટુર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન રહ્યો. તેણે 2 સદી ફટકારી. આયર્લેન્ડ વિરુદ્ધ 118 રનની ઈનિંગ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 131 રનની શાનદાર ઈનિંગ રમી. એટલું જ નહીં, તેણે યુએસએ વિરુદ્ધ 73 રન પણ બનાવ્યા હતાં. ટુર્નામેન્ટમાં મુશીર (8 સિક્સર) બીજો સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ બન્યો.