સારું થયું અમે ટોસ હાર્યા...: ભારત સામે જીત બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટનનું ચોંકાવનારું નિવેદન
IND Vs NZ, New Zealand Captain Tom Latham : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ બેંગલુરુમાં રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતીય ટીના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીશો હતો. બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 46ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. હવે રોહિતે પોતાની ભૂલ માટે માફી પણ માંગી હતી. મેચ બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે એક એવી વાત કહી, જેને સાંભળીને રોહિત માથું પકડી લેશે અને કદાચ નસીબને પણ કોસશે કે તેણે ટોસ કેમ ન હાર્યો.
Tom Latham said, "we were actually going to bat first as well. Good toss to lose in the end". pic.twitter.com/OeYmcDU0mT
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 20, 2024
હકીકતમાં ટોમ લાથમે કહ્યું કે, 'જો અમે ટોસ જીત્યો હોત તો પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હોત. હું માનું છું કે અમે પણ પહેલા બેટિંગ કરી શક્યા હોત. જો કે છેલ્લે સારું થયું કે અમે ટોસ હારી ગયા. અમે લાંબા સમય સુધી શાનદાર બોલિંગ કરી હતી. અને તેનું પરિણામ સારું આવ્યું. પહેલી બે ઇનિંગ્સે અમારા માટે મેચ બનાવી દીધી હતી.'
પોતાની ટીમના પ્રદર્શનને લઈને લાથમે કહ્યું હતું કે, 'ભારત ત્રીજી ઇનિંગમાં વાપસી કરી શક્યું હોત, પરંતુ અમારા બોલરોએ નવા બોલથી જોરદાર વાપસી કરી હતી. અને જેને કારણે આ મેચ જીત મેળવવામાં સફળ રહ્યા હતા. અમે જાણીએ છીએ કે ભારત ઘરઆંગણે શ્રેષ્ઠ ટીમ છે. રચિન રવીન્દ્ર અને ટિમ સાઉથીની ભાગીદારીએ અમને મેચમાં આગળ લઈ ગઈ હતી.'