227 દિવસ પછી રમવા ઉતર્યો દિગ્ગજ ક્રિકેટર, આવતાવેંત બતાવી દીધું બળ, T20 વર્લ્ડકપમાં નહોતી મળી તક

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
temba bavuma shamzi


SA vs WI: શ્રીલંકા સામે શ્રેણી પુરી થયા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ વેકેશન પર જશે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ પહેલી જ ઇનિંગમાં સારી બેટિંગ કરી હતી. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન તેમ્બા બવુમા આ મેચમાં લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા ઉતર્યો હતો. વાપસી કરતાં તેણે પહેલી જ મેચમાં લાંબી ઇનિંગ રમી હતી. 

તેમ્બા બવુમા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચોથા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો. તે સદી ચૂકી ગયો હતો પરંતુ ટીમને તેની 86 રનની ઇનિંગના કારણે મજબૂતાઈ મળી હતી. પોતાની બેટિંગ દરમિયાન તેણે 182 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે 74 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. 

પોતાની વાપસી પછી તરત બેટિંગ ઇનિંગમાં તેમ્બા  બવુમા 47.25ના સ્ટ્રાઈક રેટથી અર્ધી સદીની ઇનિંગ રમી શક્યો હતો. તેના સિવાય ટોની ડિ જ્યોર્જીએ ઓપનિંગમાં 78 રન ફટકાર્યા હતા જેમાં તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 344 રન ફટકાર્યા હતા. 

બવુમા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમનો કેપ્ટન હતો. ત્યાર બાદ તે ઇજાના કારણે રમી શક્યો નહોતો. T20 વર્લ્ડકપમાં પણ તે રમ્યો નહોતો. છેલ્લે તેણે 2023માં ભારત વિરુદ્ધ બેટિંગ કરી હતી. હવે તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ફરીથી તક મળતા તેણે આ તક ઝડપી લીધી છે અને ફરીથી પોતાની બેટિંગ ક્ષમતાનો પરિચય આપી દીધો છે.


Google NewsGoogle News