Get The App

ટેક્નોલોજી 100% સાચી નથી...' યશસ્વીને આઉટ આપવાના વિવાદમાં 'હિટમેન'નું પહેલું નિવેદન

Updated: Dec 30th, 2024

GS TEAM


Google News
Google News
ટેક્નોલોજી 100% સાચી નથી...' યશસ્વીને આઉટ આપવાના વિવાદમાં 'હિટમેન'નું પહેલું નિવેદન 1 - image

Rohit Sharma : ઓસ્ટ્રેલીયા સામે ભારતીય ટીમની થયેલી હારથી કેપ્ટન રોહિત શર્મા ઘણો દુખી છે. બોક્સિંગ-ડે ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારતને ઓસ્ટ્રેલિયાએ 184 રનથી હરાવ્યું હતું. તેથી હવે ઓસ્ટ્રેલીયા આ સીરિઝમાં 2-1થી આગળ થઇ ગયું છે. આ ટેસ્ટમાં ભારતને જીતવા માટે 340 રનની જરૂર હતી. ભારતીય ટીમ પાસે પૂરો દિવસ હતો. પરંતુ ટીમ મેચ બચાવી શકી ન હતી. આ મેચમાં યશસ્વી જયસ્વાલને આપવામાં આવેલા આઉટને લઈને વિવાદ થયો હતો. હવે રોહિત શર્માએ આ અંગે નિવેદન આપ્યું  છે.

શું હતો સમગ્ર વિવાદ?

પેટ કમિન્સના બાઉન્સર બોલ પર યશસ્વી પૂલ શોટ રમ્યો અને બોલ વિકેટકીપરના હાથમાં પકડાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ અપીલ પર પરંતુ મેદાન પરના અમ્પાયરે યશસ્વીને નોટઆઉટ આપ્યો હતો. પછી ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ લીધો હતો અને તેમાં થર્ડ અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો હતો જેથી કરીને વિવાદ થયો હતો. આ વિવાદ એટલા માટે થયો કારણ કે રિવ્યૂમાં જ્યારે બોલ યશસ્વીના બેટ અને ગ્લોવ્ઝની નજીકથી પસાર થયો ત્યારે સ્નિકો મિટર પર કોઈ હિલચાલ જોવા મળી ન હતી. છતાં પણ થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરનો નિર્ણય બદલીને યશસ્વીને આઉટ આપ્યો હતો. 

રોહિતે શું કહ્યું?

મેચ બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેને યશસ્વી વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, 'મને ખબર નથી કે આ ટેકનિક વિશે હું શું કહું? પહેલી નજરે એવું લાગતું હતું કે બોલ બેટને સ્પર્શ થયો નથી. પરંતુ આ એક ટેક્નિકલ વાત છે જેના વિશે અમે જાણીએ છીએ કે તે 100 ટકા સાચું નથી. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે અમે થોડા કમનસીબ રહ્યા હતા.'

આ પણ વાંચો : રિટાયરમેન્ટ લઈ રહ્યો છે રોહિત શર્મા? ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના કંગાળ દેખાવના કારણે અટકળો

દર્શકોએ સ્ટેડીયમમાં ચીટર્સના બોર્ડ દેખાડ્યા

યશસ્વીને આઉટ જોઈને ભારતીય ચાહકો ગુસ્સે થઈ ગયા અને સ્ટેડીયમમાં ચીટર્સના બોર્ડ દેખાડ્યા હતા. આ સિવાય તેના પર SHAME લખેલા બોર્ડ પણ દર્શાવવામાં આવ્યા હતા. આ જોઈને મેદાન પરના અમ્પાયર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. યશસ્વીએ મેદાન પરના અમ્પાયર સાથે ચર્ચા કરી અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન તે એકદમ નિરાશ અને ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો. જો કે, આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે થર્ડ અમ્પાયરે આ સીરિઝમાં ખોટો નિર્ણય આપ્યો હોય. પર્થ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ સાથે પણ કંઈક આવું જ થયું હતું.ટેક્નોલોજી 100% સાચી નથી...' યશસ્વીને આઉટ આપવાના વિવાદમાં 'હિટમેન'નું પહેલું નિવેદન 2 - image


Tags :