Get The App

IPL Retention: આ ખેલાડીઓને કરોડો રૂપિયામાં રિટેન કરશે ટીમો, જુઓ સંભવિત લિસ્ટ

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
IPL Retention: આ ખેલાડીઓને કરોડો રૂપિયામાં રિટેન કરશે ટીમો, જુઓ સંભવિત લિસ્ટ 1 - image


Image: Facebook

IPL Probable Players List 2025: આઈપીએલ 2025 રિટેન્શન હેઠળ ખેલાડીઓની સંપૂર્ણ યાદી બીસીસીઆઈની પાસે 31 ઓક્ટોબર સુધી આવી જશે. આ દિવસે ખબર પડશે કે ફ્રેન્ચાઈઝીઓએ કયા-કયા ખેલાડીઓને રિટેન કર્યાં છે. આઈપીએલ 2025 રિટેન્શનનું લાઈવ પ્રસારણ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ કરવામાં આવશે. ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. બીસીસીઆઈએ પહેલા જ જણાવી દીધું છે કે ફ્રેંચાઈઝી પોતાની ટીમમાં કુલ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે અને સાથે જ રિટેન્શન માટે રાઈટ ટુ મેચ વિકલ્પ પણ ઉપયોગમાં લાવી શકાય છે.

IPL 2025 સંભવિત રિટેન ખેલાડીઓની યાદી

ચેન્નઈ સુપર કિંગ્સ- રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ ડેવોન કોનવે મથીશા પથિરાના

રાજસ્થાન રોયલ્સ- સંજૂ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, રિયાન પરાગ

ગુજરાત ટાઈટન્સ- શુભમન ગિલ, સાઈ સુદર્શન, મોહમ્મદ શમી, રાશિદ ખાન, ડેવિડ મિલર, રાહુલ તિવેટીયા

રોયલ ચેલેન્જર્સ બેંગલોર- વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, કેમરુન ગ્રીન, રજત પાટીદાર, યશ દયાલ, વિલ જેક

સનરાઈઝર્સ હૈદરાબાદ- અભિષેક શર્મા, ટી નટરાજન, ટ્રેવિસ હેડ, પેટ કમિન્સ, એન રેડ્ડી, ભુવનેશ્વર કુમાર

પંજાબ કિંગ્સ- આશુતોષ શર્મા, અર્શદીપ સિંહ, શશાંક સિંહ, લિયામ લિવિંગસ્ટોન, કાગિસો રબાડા, સેમ કુરેન.

મુંબઈ ઈન્ડિયન્સ- હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, ઈશાન કિશન, નેહલ વઢેરા

લખનૌ સુપર જાયન્ટ્સ- નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, મયંક યાદવ, આયુષ બડોની, રવિ બિશ્નોઈ

દિલ્હી કેપિટલ્સ- ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જેક ફ્રેજર, ટ્રોસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ

કોલકાતા નાઈટ રાઈડર્સ- શ્રેયસ અય્યર, આંદ્રે રસેલ, સુનીલ નરેન, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, હર્ષિત રાણા

આ પણ વાંચો: IPL 2025: પૂરન સહિત આ ખેલાડીઓને રિટેન કરી શકે છે લખનૌની ટીમ, K L રાહુલનું શું થશે?

IPL 2025 રિટેન્શન માટે મહત્વની વાતો

- આઈપીએલ 2025 રિટેન્શન માટે ફ્રેંચાઈઝી 6 ખેલાડીઓને પોતાની ટીમમાં રિટેન કરી શકે છે.

- રિટેન્શન હેઠળ વધુથી વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકાય છે જેમાં 5 કેપ્ડ ખેલાડી હોવા જોઈએ. રિટેન્શનમાં (ભારતીય અને વિદેશી) ને મળીને મહત્તમ 2 અનકેપ્ડ ખેલાડી હોઈ શકે છે.

- અનકેપ્ડ ખેલાડીઓ એવા ખેલાડી હશે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હશે નહીં. રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદી 31 ઓક્ટોબર 2024થી પહેલા જમા કરવી પડશે.

IPL 2025 નિયમ

- પ્રત્યેક ટીમ માટે સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ 2.25 મિનિટનો હશે.

- જો બોલિંગ સમય મર્યાદાની અંદર નહીં થાય તો ટીમોને મેદાનની બહાર માત્ર 4 ફીલ્ડરોને રાખવાની પરવાનગી હશે.

- ટીમ ઈનિંગ શરૂ થયા પહેલા વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.

- 11 ખેલાડીઓના નામ ટોસથી પહેલા કે બાદમાં જણાવવા પડશે.

IPL 2025નું ઓક્શન ક્યારે યોજાશે?

ઓક્શનની તારીખ હજુ જાહેર થઈ નથી પરંતુ ડિસેમ્બર 2024ના અંતમાં થવાની આશા છે.


Google NewsGoogle News