Get The App

બાંગ્લાદેશ વિરૂદ્ધ T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, સ્ટાર ઓલરાઉન્ડરની થઈ વાપસી

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશ વિરૂદ્ધ T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, સ્ટાર ઓલરાઉન્ડરની થઈ વાપસી 1 - image


India vs Bangladesh : ભારતીય ક્રિકેટ બોર્ડે શનિવારે બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રણ મેચની T20 સીરિઝ માટે ભારતની 15 સભ્યોની ટીમનું એલાન કરાયું છે. ટેસ્ટ સીરિઝ બાદ ભારત ગ્વાલિયર, નવી દિલ્હી અને હૈદરાબાદમાં ત્રણ T20 મેચ રમશે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે, જે T20 વર્લ્ડકપ ચેમ્પિયન જીતનારી ટીમનો ભાગ હતા. શ્રીલંકા વિરૂદ્ધ T20 સીરિઝમાં તેમને આરામ અપાયો હતો. ઈશાન કિશનને એકવાર ફરી નજરઅંદાજ કરાયો છે. ત્યારે ઋષભ પંતને બાંગ્લાદેશ વિરૂદ્ધ T20 સીરિઝ માટે આરામ અપાયો છે, જેમને હાલમાં જ ભારત માટે ત્રણેય ફોર્ટમાં લાંબા સમય બાદ વાપસી કરી હતી.

બાંગ્લાદેશ વિરૂદ્ધ T20 સીરિઝ માટે સંજૂ સેમસન અને જિતેશ શર્મા વિકેટકીપર બેટ્સમેન તરીકે ઉતાર્યા. ફાસ્ટ બોલર મયંક યાદવને પહેલીવાર ભારતીય ટીમમાં જગ્યા મળી છે. સ્પિનર વરૂણ ચક્રવર્તી અંદાજિત ત્રણ વર્ષ બાદ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ થયા છે. જોકે, કુલદીપ યાદવની આગામી સીરિઝ માટે ટીમમાં પસંદગી થઈ નથી.



Google NewsGoogle News