Get The App

ટીમ ઈન્ડિયાના રોહિત-કોહલીની નજર હવે બ્રેડમેન-વોર્નર પર.. રેકોર્ડ્સની વણઝાર કરવાની તૈયારી

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયાના રોહિત-કોહલીની નજર હવે બ્રેડમેન-વોર્નર પર.. રેકોર્ડ્સની વણઝાર કરવાની તૈયારી 1 - image


Image: Facebook

IND vs NZ: ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ આજે એટલે કે 24 ઓક્ટોબરે રમાશે. આ મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સવારે 09.30 વાગ્યાથી શરૂ થઈ. પહેલી ટેસ્ટ જીતીને કીવી ટીમ સિરીઝમાં 1-0 થી આગળ છે.

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પૂણે સ્ટેડિયમમાં 2 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલીએ આ દરમિયાન 3 ઈનિંગમાં 267 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 254 રનનો રહ્યો છે, જે સાઉથ આફ્રિકા વિરુદ્ધ આવ્યો હતો. ઓક્ટોબર 2019માં રમાયેલી આ મેચને ભારતીય ટીમે ઈનિંગ અને 137 રનથી જીતી હતી.

દરમિયાન બીજી ટેસ્ટ મેચ ભારતીય ટીમ માટે ખૂબ મહત્વની છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ટીમને જીતાડવા માટે પૂરી મહેનત કરશે. દરમિયાન તેમનું બેટ ચાલ્યુ તો જોરદાર રેકોર્ડ બનવાનું નક્કી છે. જેમાં કોહલીના નામે સૌથી વધુ રેકોર્ડ થઈ શકે છે. 

આ પણ વાંચો: રોહિતનો નિર્ણય ગાવસ્કરને પસંદ ન આવ્યો, 1329 દિવસ બાદ આ ખેલાડીને મળ્યું ટીમમાં સ્થાન

વોર્નરને પછાડશે કોહલી

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રનના મામલે વિરાટ કોહલી 39 મેચમાં 2404 રન બનાવીને 13માં સ્થાને છે. તેની ઉપર ડેવિડ વોર્નર (2423), કેન વિલિયમસન (2427) અને ટ્રેવિસ હેડ (2510) છે. કોહલીની પાસે પૂણે ટેસ્ટની બંને ઈનિંગમાં ધાંસૂ રન બનાવીને ત્રણેયને પછાડવાની તક છે. વોર્નર તો 20 રન બનાવતાં જ પાછળ છૂટી જશે.

રોહિતની પાસે ટોપ-5 લિસ્ટમાં સામેલ થવાની તક

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રનના મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 35 મેચમાં 2648 રન બનાવીને 8 માં નંબરે છે. જો તે પૂણે ટેસ્ટની બંને ઈનિંગમાં 113 રન બનાવી લે છે તો તે ટોપ-5માં એન્ટ્રી કરી લેશે. તે પાંચમાં નંબરે પહોંચી જશે.

એક સદી ફટકારતાં જ ડોન બ્રેડમેનને પછાડશે

જો વિરાટ કોહલી પૂણે ટેસ્ટમાં સદી ફટકારે છે તો સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને પછાડી દેશે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ અત્યાર સુધી 116 મેચમાં 29 સદી ફટકારી છે. તે ડોન બ્રેડમેનની બરાબરી પર છે. જો કોહલી પૂણે ટેસ્ટમાં સદી ફટકારે છે તો ડોન બ્રેડમેનને પછાડીને શિવનારાયણ ચંદ્રપોલ અને મેથ્યૂ હેડનના સમાન હશે. આ બંનેએ 30-30 સદી ફટકારી છે.

ફિફ્ટી રન કરતાં જ 5 દિગ્ગજોને પછાડશે

કોહલીએ અત્યાર સુધી 116 ટેસ્ટ મેચમાં 31 અર્ધસદી ફટકારી છે. આ મામલે તે હજુ ગ્રેગ ચેપલ, સનથ જયસૂર્યા, રામનરેશ સરવન, તમીમ ઈકબાલ અને બ્રેંડન મેક્કુલમની સાથે બરાબરી પર છે. તેમણે પણ આટલી જ ફિફ્ટી લગાવી છે. એક અર્ધસદી લગાવતાં જ કોહલી આ તમામને પાછળ છોડી દેશે.

આ પણ વાંચો: VIDEO : 'ભાઈ મેં બોલ રહા હૂં ના...' સરફરાઝની જીદ પર હિટમેન થયો રાજી અને મળી વિકેટ

ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝમાં રનનો રેકોર્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે થયેલી ટેસ્ટ મેચમાં સૌથી વધુ રનના મામલે રાહુલ દ્રવિડ ટોપ પર છે, જેમણે 1659 રન બનાવ્યા. આ લિસ્ટમાં કોહલી 936 રનની સાથે પાંચમાં નંબરે છે. કોહલી 29 રન બનાવી લે છે તો તે ગ્રાહમ ડાઉલિંગને પછાડી દેશે, જે 964 રન બનાવીને ચોથા નંબરે છે.

3 સિક્સર મારતાં જ પંત રેકોર્ડ બનાવશે

ઋષભ પંત આગામી ટેસ્ટ મેચમાં 3 સિક્સર મારતાં જ નવો રેકોર્ડ બનાવશે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની 50 સિક્સર પૂરી કરી લેશે. આ રીતે તે WTCમાં 50 કે તેનાથી વધુ સિક્સર મારનાર ત્રીજો પ્લેયર બનશે. પૂણે ટેસ્ટ પહેલા આ લિસ્ટમાં બેન સ્ટોક્સ 81 સિક્સરની સાથે પહેલા અને રોહિત શર્મા 56 સિક્સરની સાથે બીજા નંબરે છે.


Google NewsGoogle News