ટીમ ઈન્ડિયાનું IPL 2025નું શેડ્યુલ જાહેર: ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા સહિત 6 દેશો વિરુદ્ધ રમાશે સીરિઝ
Image: Facebook
Team India Schedule 2024-25: ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024 રમવા માટે અમેરિકા પહોંચી ચૂકી છે. જ્યાં 1 જૂને બાંગ્લાદેશ સામે વોર્મ અપ મેચ રમશે. તે બાદ ભારતીય ટીમ 5 એ આયર્લેન્ડ સામે મેચથી પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. તે બાદ 9 એ પાકિસ્તાન સામે ટક્કર થશે. ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ 29 જૂને રમાવાની છે. તે ભારતીય ટીમના આગામી શેડ્યુલ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. ટી20 વર્લ્ડ કપ 2024 બાદથી આઈપીએલ 2025 સુધી ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ ખૂબ ટાઈટ છે. આ દરમિયાન ભારતીય ટીમે છ દેશો સામે દ્વિપક્ષીય સીરિઝ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે.
ઝિમ્બાબ્વે પ્રવાસમાં મળી શકે છે યુવાન ક્રિકેટરોને તક
ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024 ખતમ થતાં જ ઝિમ્બાબ્વે પ્રવાસ પર જશે. ત્યાં તે 5 મેચની ટી20 સીરિઝ રમશે. ભારતીય ટીમના આ પ્રવાસ પર ભારતના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. રિયાન પરાગ અને અભિષેક જેવા અમુક યુવાન ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે. ઝિમ્બાબ્વે પ્રવાસ 6 જુલાઈથી શરૂ થઈને 14 જુલાઈ સુધી રહેશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 2 નવેમ્બરથી
ઝિમ્બાબ્વે બાદ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર રવાના થશે. ત્યાં તે 3 મેચની ટી20 સીરિઝ અને 3 મેચની જ વનડે સીરિઝ રમશે. તે બાદ બાંગ્લાદેશની ટીમ ભારતનો પ્રવાસ કરશે. બાંગ્લાદેશ ભારત પ્રવાસ પર 3 મેચની ટી20 સીરિઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 હેઠળ 2 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. જે બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસ પર આવશે અને 3 ટેસ્ટ મેચની સીરિઝ રમશે. પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે 5 ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભાગ લેવા જશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત 2 નવેમ્બરથી થશે.
જાન્યુઆરીમાં ભારત પ્રવાસ પર આવશે ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા બાદ જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. અહીં 5 મેચની ટી20 સીરિઝ અને 3 મેચની વનડે સીરિઝ રમાશે. તે બાદ ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થશે જેમાં ભારતીય ટીમના ભાગ લેવાને લઈને પેચ ફસાયેલો છે. જો આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર થાય છે તો ટીમ ઈન્ડિયા ભાગ લેશે. જો પાકિસ્તાનમાં જ થાય છે તો ભારતીય ટીમ તેમાં ભાગ લેશે નહીં.
ટીમ ઈન્ડિયાનો શેડ્યુલ
ઝિમ્બાબ્વે પ્રવાસ પર 5 ટી20 મેચની સીરિઝ
શ્રીલંકા પ્રવાસ પર 3 વનડે અને 3 ટી20 મેચની સીરિઝ
બાંગ્લાદેશ સામે ભારતમાં 2 ટેસ્ટ અને 3 ટી20
ન્યૂઝીલેન્ડ સામે ભારતમાં 3 ટેસ્ટ મેચની સીરિઝ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી
ઈંગ્લેન્ડ સામે ભારતમાં 3 વનડે અને 5 ટી20 મેચની સીરિઝ
ચેમ્પિયન્સ ટ્રોફી - 2025
IPL 2025