Get The App

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં હાર સાથે ભારતનું WTC જીતવાનું સપનું તૂટ્યું, ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં હાર સાથે ભારતનું WTC જીતવાનું સપનું તૂટ્યું, ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી 1 - image


WTC Final 2025 | ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25ની પાંચમી અને અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ હતો, જે તેણે રમતના ત્રીજા દિવસ (5 જાન્યુઆરી)ના બીજા સેશનમાં ચેઝ કરી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 3-1થી કબજે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષે ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી છે.



WTC નું સપનું રોળાયું 

આ સિરીઝ જીતવાની સાથે જ કાંગારુ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પણ એન્ટ્રી કરી લીધી હતી. હવે WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. WTCની ફાઈનલ આ વર્ષે 11-15 જૂન દરમિયાન લોર્ડ્સના રમાશે. 



ભારત બે વખત ફાઈનલ રમી ચૂક્યું છે  

અગાઉ ભારતીય ટીમ સતત બે ફાઈનલ રમી ચૂકી હતી, જ્યાં તેને પહેલા ન્યુઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમનું ત્રીજી વખત WTC ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં હાર સાથે ભારતનું WTC જીતવાનું સપનું તૂટ્યું, ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં એન્ટ્રી 2 - image




Google NewsGoogle News