World cup 2023 Final : ભારતના બોલર્સ-બેટર્સની વર્લ્ડ કપમાં ધૂમ, ફાઈનલમાં કાંગારુંની ટીમને ડરાવશે આ રેકોર્ડ
ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી વિરાટ કોહલી
World cup 2023 Final-INDvsAUS : ભારતે 8 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારથી લઇ અત્યાર સુધી ભારત એક પણ મેચ હારી નથી. હવે 19મી નવેમ્બરે અમદાવાદમાં ફાઇનલ મેચ આ બંને ટીમ ટક્કરાશે. એક તરફ ઓસ્ટ્રેલિયા છે જેને 5 વખત વર્લ્ડ કપ જીત્યો છે તો બીજી તરફ આ વર્લ્ડ કપની શાનદાર ટીમ ભારત કે જેણે એક પણ મેચ હારી નથી.
અત્યાર સુધીમાં ભારતનું આ વર્લ્ડ કપમાં પ્રદર્શન
જો મેચ પહેલા ટીમના પાંચ ટોચના બોલરો અને પાંચ ટોચના બેટ્સમેનોના આંકડા જોવામાં આવે તો ચોક્કસથી ભારતીય ટીમનું પલળું ભારે દેખાઈ છે. અત્યાર સુધીમાં 10 મેચમાં ભારતીય ટીમના બેટરોએ 2523 રન બનાવ્યા અને બોલરોની વાત કરવામાં આવે તો ટોચના પાંચ બોલરોએ 85 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પણ ભારત સાથેની મોટી ફાઈનલ મેચ પહેલા આ ખેલાડીઓને તોડવા માટે ચોક્કસ રણનીતિ બનાવશે. ભારતીય ખેલાડીઓનો આ વર્લ્ડ કપ રેકોર્ડ કાંગારુ ટીમને ચોક્કસપણે ડરાવશે.
વર્લ્ડ કપ 2023 ભારતના બેટરનું પ્રદર્શન
વિરાટ કોહલી
- કુલ મેચ 10
- કુલ 711 રન
- સરેરાશ 101.57
- સ્ટ્રાઈક રેટ 90.68
- સદી 3
- અડધી સદી 5
રોહિત શર્મા
- કુલ મેચ 10
- કુલ 550 રન
- સરેરાશ 55.00
- સ્ટ્રાઈક રેટ 124.15
- સદી 1
- અડધી સદી 3
શ્રેયસ અય્યર
- કુલ મેચ 10
- કુલ રન 526
- સરેરાશ 75.14
- સ્ટ્રાઈક રેટ 113.11
- સદી 2
- અડધી સદી 3
કેએલ રાહુલ
- કુલ મેચ 10
- કુલ 386 રન
- સરેરાશ 77.20
- સ્ટ્રાઈક રેટ 98.72
- સદી 1
- અડધી સદી 1
શુભમન ગિલ
- કુલ મેચ 8
- કુલ 350 રન
- સરેરાશ 50.00
- સ્ટ્રાઈક રેટ 108.02
- સદી 0
- અડધી સદી 4
વર્લ્ડ કપ 2023 ભારતના બોલરોનું પ્રદર્શન
મોહમ્મદ શમી
- કુલ મેચ 6
- કુલ વિકેટ 23
- શ્રેષ્ઠ 7/57
- ઈકોનોમી 5.01
જસપ્રીત બુમરાહ
- કુલ મેચ 10
- કુલ વિકેટ 18
- શ્રેષ્ઠ 4/39
- ઈકોનોમી 3.98
રવિન્દ્ર જાડેજા
- કુલ મેચ 10
- કુલ વિકેટ 16
- શ્રેષ્ઠ 5/33
- ઈકોનોમી 4.25
કુલદીપ યાદવ
- કુલ મેચ 10
- કુલ વિકેટ 15
- શ્રેષ્ઠ 2/7
- ઈકોનોમી 4.32
મોહમ્મદ સિરાજ
- કુલ મેચ 10
- કુલ વિકેટ 13
- શ્રેષ્ઠ 3/16
- ઈકોનોમી 5.61