ભારત નવ વર્ષ બાદ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ટી-૨૦ શ્રેણી જીત્યું
- સૂર્યકુમાર (૩૬ બોલમાં ૬૯) અને કોહલી (૬૩)ની અડધી સદી
- ભારતે ૧૮૭નો ટાર્ગેટ ૧ બોલ બાકી હતો, ત્યારે ચાર વિકેટ ગુમાવીને પાર પાડયો : અક્ષર પ્લેયર ઓફ ધ મેચ
હૈદરાબાદ, તા.૨૫
ભારતે
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને આખરી ટી-૨૦માં એક બોલ બાકી હતો, ત્યારે છ વિકેટથી જીત
હાંસલ કરતાં ૩ મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. આ સાથે ભારતે વર્ષ ૨૦૧૩ પછી પહેલીવાર ઘરઆંગણે ટી-૨૦ શ્રેણી
જીત્યું હતુ. સૂર્યકુમાર યાદવે ૪૮ બોલમાં
પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથએ ૬૯ રન અને કોહલીએ ૪૮ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા
સાથે ૬૩ રન ફટકાર્યા હતા. જેના સહારે ભારતે ૧૮૭નો ટાર્ગેટ ૧૯.૫ ઓવરમાં ચાર વિકેટ
ગુમાવીને પાર પાડયો હતો.
સૂર્યકુમાર
યાદવ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. જ્યારે અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર
કરવામાં આવ્યો હતો.
૧૮૭ના
ટાર્ગેટનો પીછો કરતાં ભારતે રાહુલ (૧) અને રોહિત (૧૭)ની વિકેટ ૩૦ના સ્કોર પર
ગુમાવી હતી. જોકે કોહલી અને સૂર્યકુમારે ૬૨ બોલમાં ૧૦૪ રનની ભાગીદારી કરતાં ભારતને
જીત તરફ અગ્રેસર કર્યું હતુ. સુર્યકુમારની વિકેટ બાદ કોહલીએ હાર્દિક પંડયા સાથે ૩૨
બોલમાં ૪૮ રનની ભાગીદારી કરી હતી.
જીતવા
માટે માત્ર પાંચ રન બાકી હતા,
ત્યારે કોહલી આઉટ થયો હતો. આખરે હાર્દિક પંડયા (૧૬ બોલમાં ૨૫*)એ
વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. દિનેશ કાર્તિક ૧ રને ક્રિઝ પર હતો. સેમ્સે બે વિકેટ
ઝડપી હતી.
અગાઉ
ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગમાં ઉતાર્યું હતુ. ટીમ ડેવિડે ૨૭ બોલમાં ૫૪
અને ગ્રીને ૨૧ બોલમાં ૫૨ રન ફટકારતાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે ૧૮૬ રન સુધી
પહોંચાડયું હતુ. અક્ષર પટેલે ત્રણ વિકેટ માત્ર ૩૩ રન આપીને ઝડપી હતી.
ભારત છેલ્લે ૨૦૧૩માં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામેની ૧ ટી-૨૦ની શ્રેણી જીત્યું હતુ. ત્યાર બાદ વર્ષ ૨૦૧૭માં ભારતની ભૂમિ પર બંને ટીમ વચ્ચે ટી-૨૦ શ્રેણી ૧-૧થી ડ્રો રહી હતી. છેલ્લે ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયા ભારત પ્રવાસમાં ૨ ટી-૨૦ની શ્રેણી ૨-૦થી જીત્યું હતુ. જેના કારણે ભારતનો આ ૨૦૧૩ પછીનો ઘરઆંગણાનો ઓસ્ટ્રેલિયા સામેનો પ્રથમ ટી-૨૦ શ્રેણી વિજય હતો.