ટીમ ઈન્ડિયાને જલ્દી જ મળશે નવા હેડ કોચ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં BCCI, રાહુલ દ્રવિડનું શું થશે?

Updated: May 10th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયાને જલ્દી જ મળશે નવા હેડ કોચ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં BCCI, રાહુલ દ્રવિડનું શું થશે? 1 - image


Image: Facebook

Team India: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર જય શાહે પુષ્ટિ કરી છે કે BCCI નવા હેડ કોચની શોધમાં છે અને તેની નિમણૂક માટે ટૂંક સમયમાં જ અરજી જાહેર કરવા જઈ રહ્યા છે. અત્યારે ટીમ ઈન્ડિયાના હેડ કોચ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડ છે. 

વનડે વર્લ્ડ કપ 2023 બાદ દ્રવિડનો કાર્યકાળ ખતમ થઈ ગયો હતો પરંતુ ટીમના શાનદાર પ્રદર્શનના કારણે તેમનો કરાર વધારવામાં આવ્યો હતો પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે દ્રવિડને એક્સટેન્શન મળવાનું નથી અને બોર્ડ ટૂંક સમયમાં જ નવા કોચ માટે જાહેરાત બહાર પાડશે. રિપોર્ટ અનુસાર જય શાહે કહ્યું, 'રાહુલનો કાર્યકાળ માત્ર જૂન સુધી છે. તેથી જો તે આ પદ પર પાછા આવવા ઈચ્છે છે તો તેમણે ફરીથી આ માટે અપ્લાય કરવુ પડશે.'

શાહે વધુમાં જણાવ્યુ કે કોચિંગ સ્ટાફના અન્ય સ્ટાફ, જેમ કે બેટ્સમેન, બોલર અને ફીલ્ડિંગ કોચનું સિલેક્શન નવા કોચના સૂચન બાદ કરવામાં આવશે. અમે એ નક્કી નથી કરી શકતા કે નવા કોચ ભારતીય હશે કે વિદેશી. આ સીએસી નક્કી કરશે. નવા કોચની લાંબા કાર્યકાળ માટે નિમણૂક કરવામાં આવશે અને તે શરૂઆતી ત્રણ વર્ષના સમયગાળા માટે કામ કરશે.

અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ હેડ કોચને લઈને જય શાહે કહ્યુ કે સીએસી જ આની પર નિર્ણય લેશે. ભારતમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિષભ પંત જેવા તમામ ઓલ-ફોર્મેટ ખેલાડી છે, તો ભારતમાં આવી સ્થિતિ નથી. આગામી મહિને જૂનમાં વેસ્ટઈન્ડિઝ અને અમેરિકી મેજબાનીમાં ટી20 વર્લ્ડ કપ રમવામાં આવશે. દરમિયાન BCCIનો આ નિર્ણય ચોંકાવનારો છે. જોકે નવા કોચની નિમણૂક વર્લ્ડ કપ બાદ જ થશે. દ્રવિડ નવેમ્બર 2021માં ટીમ ઈન્ડિયાનો ચીફ કોચ એપોઈન્ટ થયો હતો. 

દ્રવિડના બે વર્ષના કાર્યકાળમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત ટીમ ફોર્મેટમાં નંબર 1 ટીમ બની. આ સિવાય ટીમ વનડે વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પણ પહોંચી. આ સિવાય ભારતે એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો અને ટી20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઈનલ સુધીની સફર નક્કી કરી હતી. 


Google NewsGoogle News