ટી 20 વર્લ્ડકપ: ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતવી હોય તો સુધારવી પડશે સેમિ ફાઈનલમાં કરેલી આ 3 ભૂલો

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
ટી 20 વર્લ્ડકપ: ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતવી હોય તો સુધારવી પડશે સેમિ ફાઈનલમાં કરેલી આ 3 ભૂલો 1 - image


Image Source: Twitter

IND vs SA: ICC ટી 20 વર્લ્ડકપ 2024ની સેમિ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડ પર એકતરફી જીત હાંસલ કરી હતી. મેચમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં ઈંગ્લેન્ડના નાકમાં દમ લાવી દીધો હતો. આ જીત સાથે જ ભારતે ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે.  આજે T20 વર્લ્ડ કપ-2024ની ફાઈનલ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થશે. સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમની દમદાર જીત બાદ તેને વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહી છે. પરંતુ આ મેચમાં કેટલીક એવી ભૂલો પણ થઈ છે જેનું ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પુનરાવર્તન ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચમાં જીત મેળવવા માગે છે તો આ ત્રણ ભૂલ સુધારવી જરૂરી છે. 

સેમિ ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્માએ શાનદાર અડધી સદીની ઈનિંગ રમી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ તેમણે શાનદાર બેટિંગ કરી હતી પરંતુ ચિંતાની બાબત એ છે કે, આ બંને જ મેચમાં ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલી અને ઋષભ પંતે નિરાશ કર્યા છે. રોહિત નિઃશંકપણે પોતાના ફોર્મમાં છે પરંતુ ફાઈનલ જેવી મેચમાં વિરાટ અને પંતને ટોપ ઓર્ડર બેટિંગમાં મજબૂતી પૂરી પાડવી પડશે. તેમને ઝડપથી રન બનાવીને સારી શરૂઆત કરવી પડશે, જેથી રોહિત ભલે રન ન બનાવી શકે, પરંતુ મિડલ ઓર્ડર પર વધારે દબાણ ન આવે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ ફાઈનલ મેચમાં પોતાના છેલ્લા પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની જરૂર પડશે.

સારી શરૂઆતનો મિડલ ઓર્ડર ફાયદો નથી ઉઠવી શક્યા

ટી-20 વર્લ્ડ કપની છેલ્લી કેટલીક મેચોમાં ટીમ ઈન્ડિયાને બેટિંગમાં સારી શરૂઆત મળી છે, પરંતુ પરેશાની એ રહી છે કે મિડલ ઓર્ડરના ખેલાડીઓ તેનો ફાયદો નથી ઉઠાવી શક્યા. ઈંગ્લેન્ડ સામેની સેમિ ફાઈનલ મેચમાં પણ આવું જ કંઈક થયું હતું. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે જોરદાર બેટિંગ કરીને સારો આધાર જમાવ્યો હતો પરંતુ આ બંનેના આઉટ થયા બાદ કોઈ પણ ખેલાડી ઝડપથી રન બનાવી શક્યો નહોતો. પરિણામ એ આવ્યું કે ટીમ 171 રનનો જ સ્કોર બનાવી શકી. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં આવી ભૂલો સુધારવી પડશે.

શિવમ અને જાડેજાએ તાકાત લગાવવી પડશે

શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા માટે નબળી કડી સાબિત થયા છે. આ બંને ખેલાડીઓ તેમની ક્ષમતા મુજબ નથી રમી રહ્યા. ખાસ કરીને રવિન્દ્ર જાડેજાએ વધુ નિરાશ કર્યા છે. જાડેજા ન તો બોલિંગ કરી રહ્યો કે ન તો બેટિંગમાં રન બનાવી રહ્યો છે. આ ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં તેની ફિલ્ડિંગ પણ ઘણી એવરેજ રહી છે. આવી જ કંઈક હાલત શિવમ દુબેની છે. શિવમ સોમીફાઈનલ મેચમાં પોતાનું ખાતું પણ નહોતું ખોલાવી શક્યો. આવી સ્થિતિમાં જો આ બંનેને ફાઈનલ મેચમાં તક મળે તો તેઓએ તેમના ભૂતકાળના પ્રદર્શનને ભૂલીને ફાઈનલની ટક્કરમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવવી પડશે. 


Google NewsGoogle News