ભારત પાકિસ્તાનની મેચમાં ઓરેન્ઝ જર્સીમાં જોવા મળશે ટીમ ઇન્ડિયા? BCCI એ આપી પ્રતિક્રિયા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
ભારત પાકિસ્તાનની મેચમાં ઓરેન્ઝ જર્સીમાં જોવા મળશે ટીમ ઇન્ડિયા? BCCI એ આપી પ્રતિક્રિયા 1 - image


Image:twitter

નવી દિલ્હી,તા. 9 ઓક્ટોબર 2023, સોમવાર

ભારતીય ટીમે વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ 8 ઓક્ટોબરે પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ચેન્નાઈમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. આ જીત બાદ ભારતીય ટીમનું ધ્યાન હવે આગામી મેચો પર છે. 

આ મેચ પહેલા ભારતીય ટીમની જર્સીને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ વાતો ચાલી રહી છે. જેના પર હવે BCCIની પ્રતિક્રિયા સામે આવી છે.

જર્સીને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચા

સોશિયલ મીડિયા પર એવી વાતો સામે આવી રહી છે કે, પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમ ઓરેન્જ કલરની જર્સીમાં જોવા મળશે. જેને લઈને BCCIની પ્રતિક્રિયા સામે આવી છે. 

અહેવાલોને નકારી કાઢ્યા

બીસીસીઆઈના ટ્રેઝરર આશિષ શેલારે આવા અહેવાલોને નકારી કાઢ્યા છે. આશિષ શેલારે કહ્યું કે, ''અમે આવા દાવાઓને ફગાવીએ છીએ. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમ બ્લુ કલરની જર્સી પહેરશે. આવા સમાચાર માત્ર કલ્પના છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં માત્ર વાદળી બ્લુ કલરની ટી શર્ટમાં રમશે.”

મહત્વનું છેકે, આજે ODI World Cup 2023માં ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ્સ(NZ vs NED)ની ટીમ વચ્ચે ટક્કર થશે. આ બંને ટીમો અત્યાર સુધી 4 વખત સામસામે આવી ચુકી છે. આજની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી શરુ થશે.


Google NewsGoogle News