Get The App

ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ચોથીએ પરત ફરશે, ઓપન બસમાં પરેડ કરશે, જાણો આખા દિવસનું શેડ્યુલ

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
Indian Cricket Team


Indian Cricket Team Open Bus Tour: ભારતીય ક્રિકેટ ટીમ લાંબા સમય બાદ તેના ચાહકોને ઉજવણી કરવાનો મોકો આપ્યો છે. 2024 ટી20 વર્લ્ડ કપ ખિતાબ જીતી ભારતીય ટીમે 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી પોતાના નામ કરી છે. રોહિત એન્ડ ટીમ બાર્બાડોસમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ચેમ્પિયન બન્યા બાદ સ્વદેશ પરત ફરી છે. ચેમ્પિયનશીપની ઉજવણી કરતાં ટીમ ઈન્ડિયા મુંબઈમાં ખુલ્લી બસમાં લોકોનું અભિવાદન સ્વીકારશે. અગાઉ 2007માં ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ધોનીના નેતૃત્વ હેઠળની ટીમએ આમ કર્યું હતું.

ટી20 વર્લ્ડ કપનો પ્રથમ ખિતાબ

16 વર્ષ પહેલાં જ્યારે ટીમ ઈન્ડિયાએ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટી20 વર્લ્ડ કપનો પ્રથમ ખિતાબ જીત્યો હતો. તે સમયે ધોનીએ ટીમ સાથે મુંબઈમાં ટ્રોફી લઈ બસ પરેડ કરી હતી. 2007નો ટી20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો. જ્યાં ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ટ્રોફી પોતાના નામ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાનો 16 વર્ષ પહેલાનો નજારો ફરી પાછો જોવા મળી શકે છે. બાર્બાડોસથી પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયા ખુલ્લી બસમાં બેસીને ટ્રોફી સાથે મુંબઈમાં પરેડ કરશે.

ટીમ ઈન્ડિયાનો 4 જુલાઈનો કાર્યક્રમ

- ગુરૂવાર સવારે 6 વાગ્યે ફ્લાઈટ દિલ્હી લેન્ડ કરશે.

- સવારે 9.30 વાગ્યે પીએમ હાઉસ માટે રવાના થશે.

- તેમને મળ્યા બાદ મુંબઈ માટે ચાર્ટર્ડ ફ્લાઈટ લેશે.

- મુંબઈ એરપોર્ટથી વાનખેડે સુધી ડ્રાઈવ કરશે.

- વાનખેડેમાં ઓપન બસમાં એખ કિમી સુધી પરેડ કરશે.

- વાનખેડેમાં પ્રેઝેન્ટેશન કરી રોહિત શર્મા બીસીસીઆઈને વર્લ્ડ કપ સોંપશે.


બાર્બાડોસમાં ટીમ ઈન્ડિયા ફસાઈ હતી

બાર્બાડોસમાં ચક્રવાતી વાવાઝોડાના કારણે હવાઈ પરિવહન અટકાવી દેવામાં આવ્યું હતું. જેના લીધે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પરત ફરી શકી ન હતી. જો કે, તેમના માટે બીસીસીઆઈએ સ્પેશિયલ ફ્લાઈટ મોકલી છે. જે બાર્બાડોસથી દિલ્હી આવવા રવાના થઈ ચૂકી છે. ગુરૂવાર સવારે ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચશે.

ભારતે ટી20 વર્લ્ડ કપનો બીજો ખિતાબ જીત્યો

ટી20 વર્લ્ડ કપનો પ્રથમ ખિતાબ 2007માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે પોતાના નામ કર્યો હતો. ત્યારબાદ બીજો ખિતાબ જીતતા 17 વર્ષ લાગ્યા હતા. જો કે, આ સમયગાળામાં ભારતીય ક્રિકેટ ટીમે વનડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.


Google NewsGoogle News