Get The App

Photos: T20 વર્લ્ડ કપની સુપર 8 મેચ માટે ભારતીય ટીમે પાડ્યો પરસેવો, જોરદાર પ્રેક્ટિસ કરી

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
team india


T20 World Cup 2024 Training Session:  ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપની સુપર-8 મેચ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ટીમ દ્વારા પ્રેક્ટિસ સેશનની કેટલીક તસવીરો પણ શેર કરવામાં આવી છે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ જીતીને સુપર-8માં પહોંચી ગઈ છે, તેમજ ભારતની છેલ્લી લીગ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

ભારતીય ટીમે તમામ ગ્રુપ લીગ સ્ટેજની મેચ અમેરિકામાં રમી હતી

ભારતીય ટીમે તેની તમામ ગ્રુપ લીગ સ્ટેજની મેચ અમેરિકામાં રમી હતી, જયારે આગામી મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમવાની છે. બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કટેલા એક વીડિયોમાં ખેલાડીઓ બાર્બાડોસમાં બીચ વોલીબોલ રમતા દેખાયા હતા. 

ભારતે સતત ત્રણ મેચ જીતી છે 

ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 તબક્કામાં પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમશે.  ભારતીય ટીમે રોહિત શર્માની આગેવાનીમાં આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકાને હરાવીને સતત ત્રણ મેચ જીતી છે. જયારે કેનેડા સામેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. 

ભારતીય ટીમ સુપર 8ના ગ્રુપ 1માં રાખવામાં આવી 

ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપના સુપર-8 તબક્કામાં ત્રણ મેચ રમશે. ભારતીય ટીમ સુપર 8ના ગ્રુપ 1માં રાખવામાં આવી છે. ભારત પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે, જયારે બીજી મેચ 22 જૂને બાંગ્લાદેશ સામે અને ત્રીજી મેચ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમશે. ઓસ્ટ્રેલિયાએ લીગ તબક્કાની તેની તમામ મેચો જીતી છે, જ્યારે અફઘાનિસ્તાને ત્રણ મેચ જીતી છે.

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

Photos: T20 વર્લ્ડ કપની સુપર 8 મેચ માટે ભારતીય ટીમે પાડ્યો પરસેવો, જોરદાર પ્રેક્ટિસ કરી 2 - image


Google NewsGoogle News