ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Team India Squad For Zimbabwe T20 Series


IND vs ZIM T20 Series : એક તરફ વેસ્ટઈન્ડિઝમાં T20 વર્લ્ડકપ-2024 રમાઈ રહ્યો છે, જેમાં ભારતીય ટીમ દમદાર પ્રદર્શન કરી રહી છે, તો બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઝિમ્બાબ્વે સામેની ટી20 સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૌથી મોટી વાત એ છે કે, અત્યાર સુધી જે ખેલાડીએ ક્યારેય કેપ્ટનશીપ કરી નથી, બીસીઆઈએ તેને સુકાની પદ સોંપ્યું છે. તો ટીમ ઈન્ડિયા સ્ક્વોડામાં કેટલાક એવા નામો પણ છે, જેમને પ્રથમવાર ટીમમાં સામેલ કરાયા છે.

શુભમન ગિલ સામે મોટો પડકાર

શુભમન ગિલ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો સુકાની બનાવાયો છે, જોકે તેની સામે ઘણા પડકારો છે. ગિલે આઈપીએલ-2024માં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી હતી, જોકે ગુજરાતનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું અને ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. આઈપીએલમાં ગુજરાતે 14 મેચોમાંથી માત્ર પાંચ મેચો જીતી હતી, તેથી ભારતીય ટીમનું સુકાની પદ સંભાળના ગિલ માટે ઝિમ્બાબ્વે સામે જવાબદારી સંભાળવી સરળ નહીં રહે. આ ઉપરાંત ગિલને પણ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની મોટી તક મળી છે. 

ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન 2 - image

ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે ક્યારથી શરૂ થશે સિરીઝ, જુઓ કાર્યક્રમ

  • પ્રથમ T20I - 06 જુલાઈ 2024
  • બીજી T20I - 07 જુલાઈ 2024
  • ત્રીજી T20I - 10 જુલાઈ 2024
  • ચોથી T20I - 13 જુલાઈ 2024
  • પાંચમી T20I - 14 જુલાઈ 2024
  • નોંધઃ- આ તમામ મેચો હરારે સ્પોર્ટ્સ ક્લબમાં સાંજે 4.30 કલાકે શરૂ થશે

ઝિમ્બાબ્વે શ્રેણી માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ , મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.

ટીમ ઈન્ડિયા પાંચ મહિનામાં આ ત્રણ દેશ સામે રમાશે મેચ, અમદાવાદ-રાજકોટમાં પણ મચશે ધૂમ

'રોહિત અને કોહલી અંગે વિચારવું પડશે' : મુલતાનના સુલતાને કેમ કરી દિગ્ગજોને હટાવવાની વાત ?

વિરાટ કોહલી અંગે સર વિવિયન રિચર્ડ્સે કરી મોટી ભવિષ્યવાણી, ટીમ ઈન્ડિયાને આપ્યું સમર્થન


Google NewsGoogle News