5 મહિના, 10 ટેસ્ટ સહિત 21 મેચ... ટીમ ઈન્ડિયાનો ટાઈટ શેડ્યૂલ, આરામના ચાન્સ ખૂબ ઓછા!
Team India Series Schedule 2024-25: જૂનમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમે હવે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી20 મેચની સિરીઝ રમવાની છે. ભારતીય ટીમે 7 ઓગસ્ટના રોજ શ્રીલંકા પ્રવાસ પર છેલ્લી ODI મેચ રમી હતી. જ્યારે બાંગ્લાદેશ સામે આગામી ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ પાસે 42 દિવસનો બ્રેક છે.
ભારતીય ટીમ આગામી 5 મહિનામાં સતત મેચ રમશે
આ ડેબ્યૂ સાથે ભારતીય ટીમ આગામી 5 મહિનામાં સતત મેચ રમશે. ટીમનું શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે. ભારતીય ટીમે 19 સપ્ટેમ્બરથી આગામી 111 દિવસમાં (3 મહિના અને 19 દિવસ) 10 ટેસ્ટ મેચ રમવાની છે. જ્યારે એકંદરે 5 મહિનામાં 10 ટેસ્ટ સિવાય 8 T20 અને 3 ODI મેચ રમવાની છે.
ભારતીય ટીમ આ 5 ટીમો સાથે ટકરાશે
આગામી 5 મહિનામાં (ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા) ભારતીય ટીમે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમવાની છે. તેની શરૂઆત બાંગ્લાદેશ સામેની હોમ સિરીઝથી થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ અને 3 T20 મેચોની શ્રેણી રમાશે.
ત્યારબાદ ન્યુઝીલેન્ડ અને ભારત વછે ભારતમાં જ 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. વર્ષના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, જ્યાં બંને વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ પછી, ઇંગ્લેન્ડની ટીમ ભારતનો પ્રવાસ કરશે અને બંને ટીમો 5 T20 અને 3 ODI મેચની સિરીઝ રમશે.
ઈંગ્લેન્ડ સામેની સિરીઝ ફેબ્રુઆરી 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રમાશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની મજબૂત ટીમ બનાવવા અને બાકીની તૈયારીઓ માટે માત્ર આ 3 ODI મેચો જ હશે. ભારતીય ટીમનું સંપૂર્ણ ટાઈમ-ટેબલ જુઓ (વર્લ્ડ કપ પછીથી ફેબ્રુઆરી 2025 સુધી)...
આ પણ વાંચો: સચિનનો રેકોર્ડ ભારતીય કે ઓસ્ટ્રેલિયન નહીં પણ આ ક્રિકેટર તોડશે, પોન્ટિંગને વિશ્વાસ
બાંગ્લાદેશની ભારત સાથે મેચ
પ્રથમ ટેસ્ટ: 19 થી 23 સપ્ટેમ્બર, ચેન્નાઈ
બીજી ટેસ્ટ: 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, કાનપુર
પ્રથમ T20: 6 ઓક્ટોબર, ગ્વાલિયર
બીજી T20: 9 ઓક્ટોબર, દિલ્હી
ત્રીજી T20: 12 ઓક્ટોબર, હૈદરાબાદ
ભારતની ન્યુઝીલેન્ડ સાથે મેચ (2024)
પ્રથમ ટેસ્ટ: 16-20 ઓક્ટોબર, બેંગલુરુ
બીજી ટેસ્ટ: 24-28 ઓક્ટોબર, પુણે
ત્રીજી ટેસ્ટ: 1-5 નવેમ્બર, મુંબઈ
ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સાથે મેચ (નવેમ્બર-જાન્યુઆરી 2025)
પ્રથમ ટેસ્ટ: 22-26 નવેમ્બર, પર્થ
બીજી ટેસ્ટ: 6-10 ડિસેમ્બર, એડિલેડ
ત્રીજી ટેસ્ટ: 14-18 ડિસેમ્બર, બ્રિસ્બેન
ચોથી ટેસ્ટ: 26-30 ડિસેમ્બર, મેલબોર્ન
પાંચમી ટેસ્ટ: 03-07 જાન્યુઆરી, સિડની
આ પણ વાંચો: ભારતમાં ઓલિમ્પિકસ કરાવવા તૈયારી: લાલ કિલ્લાથી PM મોદીની મોટી જાહેરાત
ઈંગ્લેન્ડની ભારત સાથે મેચ
પ્રથમ T20: 22 જાન્યુઆરી, કોલકાતા
બીજી T20: 25 જાન્યુઆરી, ચેન્નાઈ
ત્રીજી T20: 28 જાન્યુઆરી, રાજકોટ
ચોથી T20: 31 જાન્યુઆરી, પુણે
પાંચમી T20: 2 ફેબ્રુઆરી, મુંબઈ
પહેલી ODI: 6 ફેબ્રુઆરી, નાગપુર
બીજી ODI: 9 ફેબ્રુઆરી, કટક
ત્રીજી ODI: 12 ફેબ્રુઆરી, અમદાવાદ