આજે ભારત-પાકિસ્તાન મેચ: ટીમમાં થઈ શકે છે આ બદલાવ, 10 દિગ્ગજોએ જુઓ ભવિષ્યવાણી કરી
India vs Pakistan, T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024ની ટુર્નામેન્ટમાં આજે સૌથી મહત્ત્વની અને ચર્ચિત ટીમો વચ્ચે મેચ યોજાવાની છે. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચમાં કઈ ટીમ જીતશે, તે નક્કી કરવુ મુશ્કેલ છે, પરંતુ ક્રિકેટના ઘણા દિગ્ગજોએ આ મેચ વિશે વિવિધ ભવિષ્યવાણી કરી છે.
હરભજન સિંહ
સ્ટાર સ્પોર્ટ્સે ભારત અને પાકિસ્તાન મેચ પહેલા એક વીડિયો શેર કર્યો છે. જેમાં હરભજન સિંહને પૂછવવામાં આવ્યું કે ભારત-પાકિસ્તાન મેચ કઈ ટીમ જીતશે? તો આનો જવાબ આપતા પૂર્વ ક્રિકેટરે ભારતનું નામ લીધું હતું. તેની પાછળનું કારણ મજબૂત ભારતીય બેટિંગ લાઇનઅપ ગણાવી હતી. આ સિવાય બોલિંગ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી પાસે બુમરાહ, પંડ્યા, અર્શદીપ અને સિરાજ જેવા બોલર છે. જે પાકિસ્તાન કરતા ઘણા સારુ પર્ફોર્મ કરે છે.
વસીમ અકરમ
વસીમ અકરમનું માનવું છે કે ભારતીય ટીમ ફોર્મમાં છે. તે અન્ય ટીમો કરતાં પણ સારી છે. ટૂર્નામેન્ટમાં તે દરેકની ફેવરિટ છે. ભારત બનામ પાકિસ્તાન મેચ માટે, તેણે ભારતને જીતની 60 ટકા તકો આપી છે, જ્યારે પાકિસ્તાન ટીમ પાસે 40 ટકા તકો છે.
નવજોત સિંહ સિદ્ધુ
ભારતીય ટીમ પાકિસ્તાન કરતાં અનેક ગણી વધુ સંતુલિત છે. ટીમમાં 3 ગુણવત્તાયુક્ત ઓલરાઉન્ડર છે. બોલિંગના 6 અથવા 7 વિકલ્પો છે. બેટ્સમેન ફોર્મમાં છે. રોહિત પણ ફોર્મમાં છે. પરંતુ ભારતમાં જે પ્રકારનું સંતુલન છે. ટીમની જીત વધશે.
સુનીલ ગાવસ્કર
સુનીલ ગાવસ્કરનું માનવું છે કે આ મેચ માત્ર ભારતીય ટીમ જ જીતશે. અહીં કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. ગાવસ્કર કહે છે કે પીચ થોડી ખરાબ છે, પરંતુ આપણી પાસે સૌથી વધુ 4 ઝડપી બોલર છે. રોહિતે અડધી સદી ફટકારી છે. રિષભ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. એટલા માટે મને લાગે છે કે ભારતીય ટીમ જીતશે.
સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથનું માનવું છે કે ભારત ફરી જીતી શકે છે. તેમની પાસે 2 શ્રેષ્ઠ ઝડપી બોલર છે. આ જ કારણસર ભારત ફરીથી જીતી શકે છે.
ઈરફાન પઠાણ
પઠાણે પણ ભારતને જીતનો દાવેદાર ગણાવ્યો છે. મારા મતે ભારત જીતશે. કારણ કે ભારત એક મજબૂત ટીમ છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રિષભ પંત પાવરપ્લેમાં સારી બેટિંગ કરે છે અને આ મેચ ભારતીય ટીમના હાથમાં રહેશે.
રમીઝ રાજા
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રમીઝ રાજાનું પણ માનવું છે કે આ મેચમાં ભારતની જીતની શક્યતા વધી છે. કારણ કે તેણે અત્યાર સુધી સારૂં પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાનને અત્યારે ખૂબ મહેનતની જરૂર છે.
શ્રીસંત
શ્રીસંતને પણ લાગે છે કે ભારતીય ટીમ આ મેચ જીતશે. તે માને છે કે ભારત અને પાકિસ્તાન મેચમાં દરેક વખતે વિરાટ કોહલી એક્સ ફેક્ટર છે. આ વખતે હાર્દિક પંડ્યા હશે.
અંબાતી રાયડુ
અંબાતી રાયડુનું પણ માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારત જીતશે. જોકે, મેચ દરમિયાન ટોસ મહત્વની ભૂમિકા ભજવશે.
પિયુષ ચાવલા
પીયૂષ ચાવલા કહે છે કે મને લાગે છે કે ભારતીય ટીમ આ મેચ જીતશે. ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન કરતાં વધુ મજબૂત છે.