ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શિસ્ત ભૂલ્યાં! કોચ ગંભીર નારાજ, BCCI રિવ્યૂ મીટિંગની વાતો લીક
Gautam Gambhir upset with players indiscipline : ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમની થયેલી કારમી હાર બાદ BCCI દ્વારા યોજાયેલી રીવ્યૂ મીટિંગમાં ઘણાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ભારતીય ટીમના ખેલાડીઓની ડ્રેસિંગ રૂમમાં અશિસ્તને લઈને મુખ્ય કોચ ગૌતમ ગંભીર ગુસ્સે હોવાનું કહેવાઈ રહ્યું છે. તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ફેમિલી ટૂર અંગેના નિયમોમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બધું તે રિવ્યૂ મીટિંગ પછી જ થયું છે.
ડ્રેસિંગ રૂમમાં ખલાડીઓની અશિસ્તથી ગંભીર નારાજ
બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) હાર્યા બાદ રિવ્યૂ મીટિંગમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ભારતીય ડ્રેસિંગ રૂમમાં ખલાડીઓની અશિસ્ત વિશે વાત કરી હતી. મળતી માહિતી અનુસાર, રિવ્યૂ મીટિંગમાં ગૌતમ ગંભીર અને ખેલાડીઓ પરિવાર સાથે ન રહેવાના મુદ્દા પર એકમત થયા હતા. મીટિંગમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જુનિયર અને યુવા ક્રિકેટરો સાથે કડક રહેવાની કરવાની જરૂર છે. આશ્ચર્યજનક વાત એ હતી કે ઓસ્ટ્રેલિયાના દોઢ મહિનાના લાંબા પ્રવાસ દરમિયાન ટીમે માત્ર એક વખત જ સાથે મળીને ડિનર કર્યું હતું.
ખેલાડીઓ સ્થાનિક અને રાષ્ટ્રીય ટીમોને પ્રાથમિકતા આપી રહ્યા નથી
અહેવાલ અનુસાર, મીટિંગમાં હાજર એક સિનિયર ખેલાડીએ BCCIને મેચ ફી ન આપવાનું સૂચન કર્યું હતું. કારણ કે ખેલાડીઓ સ્થાનિક અને રાષ્ટ્રીય ટીમોને પ્રાથમિકતા આપી રહ્યા નથી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ગૌતમ ગંભીર અને BCCI વચ્ચે કોલકાતામાં ઇંગ્લેન્ડ સામેની પહેલી T20 મેચ દરમિયાન મીટિંગ થઈ શકે છે.
આ પણ વાંચો : પાકિસ્તાનની દયનીય હાલતનું વધુ એક ઉદાહરણ! ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટોના ભાવ ખૂબ જ ઓછા!
ભારતને મળેલી હાર બાદ BCCIએ બોલાવી હતી રિવ્યૂ મીટિંગ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 5 ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતની 1-3થી હાર થઇ હતી. જેને લીધે ભારતીય ટીમને 10 વર્ષ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે જ ભારતીય ટીમનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ના ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું હતું. જેને લઈને BCCI એ 11 જાન્યુઆરી ના રોજ રિવ્યૂ મીટિંગ બોલાવી હતી.