સાથે બેસીને ખાતા-પીતાં પણ નથી ટીમ ઈન્ડિયાના ખેલાડી, ગંભીર હોટલના રૂમમાં જ રહ્યો: રિપોર્ટમાં દાવો
IND Vs AUS : મેલબર્નમાં ચોથી ટેસ્ટમાં પરાજય બાદ ભારતીય ટીમ હાલ સિડની ખાતે સીરિઝની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ રમી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે હાલ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર વચ્ચે મતભેદો ચરમસીમાએ છે. આ દરમિયાન રોહિતે સિડની ટેસ્ટ મેચમાં પાંચમી અને અંતિમ ટેસ્ટમાંથી આરામ કરવાનું પસંદ કર્યું છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટીમના ખેલાડીઓ એકબીજા સાથે ખાતા-પીતાં પણ નથી
ખેલાડીઓ નાના-નાના ગ્રૂપમાં વિભાજિત થઈ ગયા છે
હકીકતમાં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટીમના ખેલાડીઓ એકસાથે જમવા પણ બેસતા નથી. તેના બદલે તેઓ નાના-નાના ગ્રૂપમાં વિભાજિત થઈ ગયા છે. આસિસ્ટન્ટ કોચ સહિત આઠ લોકો હાઈ-એન્ડ જાપાનીઝ રેસ્ટોરન્ટ ચેઈન નોબુમાં જવાના હતા. તે પછી જ્યારે સપોર્ટ સ્ટાફના એક વરિષ્ઠ સભ્યએ તેમના ક્રેડિટ કાર્ડને ટીમ માટે કેટલાક પીણાં ખરીદવાની ઓફર કરી જેથી ખેલાડીઓ તેમની જીતની ઉજવણી કરવા માટે ભેગા થઈ શકે. પરંતુ તેઓ અસફળ રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ ખેલાડીને ખરેખર રસ ન હતો. તે બધાની પોતાની યોજનાઓ હતી.
આ પણ વાંચો : IND VS AUS : રોહિત શર્મા અમારો લીડર છે...: રિષભ પંતનું દર્દ છલકાયું, જુઓ શું કહ્યું
ગંભીરે પોતાને હોટલના રૂમમાં સુધી સીમિત રાખયો
આ દરમિયાન રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોતાને હોટલના રૂમમાં સુધી સીમિત રાખવાનો નિર્ણય કર્યો છે. ગંભીરે પોતાને હોટલના રૂમમાં સુધી સીમિત રાખવાનો નિર્ણય કર્યો છે. તેણે પોતાના પરિવાર સાથે ભારતીય ભોજનનો આનંદ માણ્યો હતો. જ્યારે ખેલાડીઓ નાના જૂથોમાં વિભાજીત થઇ ગયા છે. પર્થમાં જીત મેળવ્યા પછી પણ ખેલાડીઓએ કોઈ ખાસ ઉજવણી કરી ન હતી. કેટલાક અન્ય યુવા ખેલાડીઓ રાત્રે પછી હે સ્ટ્રીટ પર ફરતા જોવા મળ્યા હતા.