Get The App

World Cup 2023 : હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાન પર આવ્યા ભારતીય ખેલાડીઓ, કારણ છે ખૂબ જ દુઃખદ

BCCIએ ટોસ બાદ આ અંગે માહિતી આપી હતી

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાન પર આવ્યા ભારતીય ખેલાડીઓ, કારણ છે ખૂબ જ દુઃખદ 1 - image
Image:IANS

World Cup 2023 IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 29મી મેચ રમાઈ રહી છે. આ ભારતની છટ્ઠી મેચ છે. ભારતે અગાઉ રમાયેલી તમામ 5 મેચમાં જીત મેળવી હતી. આજની મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ જયારે ઓપનીગ કરવા આવ્યા ત્યારે તેમના હાથ(Indian Player Wears Black Armbands )માં કાલી પટ્ટી બાંધેલી હતી. ભારતીય ખેલાડીઓના હાથ પર કાલી પટ્ટી બાંધવા પાછળનું કારણ ખુબ જ દુઃખદ છે. BCCIએ એક્સ (ટ્વિટર) પર આ અંગે માહિતી આપી છે. 

BCCIએ આપી માહિતી

ભારતીય ટીમે દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીની યાદમાં હાથ પર કાલી પટ્ટી બધી છે. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું નિધન હાલમાં જ થયું હતું. તેમનાં સમ્માનમાં ભારતીય ખેલાડીઓ હાથ પર કાલી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યા હતા. ટોસ બાદ BCCIએ એક્સ પર આ અંગે માહિતી આપતા લખ્યું, 'ICC Mens Cricket World Cup 2023માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા મહાન બિશન સિંહ બેદીની યાદમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે.' 

World Cup 2023 : હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાન પર આવ્યા ભારતીય ખેલાડીઓ, કારણ છે ખૂબ જ દુઃખદ 2 - image


Google NewsGoogle News