વિનોદ કાંબલીની મદદ કરશે 1983ની 'ટીમ ઈન્ડિયા', ગાવસ્કરે કહ્યું- તેને અમે ફરી પગ પર ઊભો કરીશું
Image: Facebook
Team India of 1983 Will Help Vinod Kambli: ભારતની 1983ની પહેલી વર્લ્ડ કપ વિજેતા ટીમ વિનોદ કાંબલીની દેખરેખ રાખશે અને તેને ફરીથી પગભર થવામાં મદદ કરશે. તે વિજેતા ટીમનો ભાગ રહેલા લેજેન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આની પુષ્ટિ કરી છે. વિતેલા દિવસોમાં ટીમના કેપ્ટન કપિલ દેવે પણ આ અંગે સંકેત આપ્યા હતાં. અમુક સમયથી વિનોદ કાંબલી આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે.
પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કાંબલી જેવા ખેલાડીઓને 'પુત્ર' કહ્યાં અને ચાહકોને આશ્વાસન આપ્યું કે 1983ની ટીમના સભ્ય પોતાના સાથી ક્રિકેટરોની મદદ માટે એક થઈશું. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ રમાવાની છે. સુનીલ ગાવસ્કર પણ તેને કવર કરનારી બ્રોડકાસ્ટિંગ ટીમના સભ્ય છે. તેમણે જણાવ્યું કે '1983ની ટીમ યુવાન ખેલાડીઓને લઈને ખૂબ સચેત છે. મારા માટે તે પૌત્ર જેવા છે. તેમાંથી અમુક પુત્ર જેવા છે. મને મદદ શબ્દ પસંદ નથી. 1983ની ટીમ જે કરવા ઈચ્છે છે, તેમનો ખ્યાલ રાખવાનો છે. અમે વિનોદ કાંબલીનો ખ્યાલ રાખવા ઈચ્છીએ છીએ અને તેને પોતાના પગ પર ઊભો રહેવામાં મદદ કરવા ઈચ્છીએ છીએ. અમે આ કેવી રીતે કરીશું, આ આપણે ભવિષ્યમાં જોઈશું. અમે તે ક્રિકેટરોનો ખ્યાલ રાખવા માગીએ છીએ, જે નસીબ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે. આ પહેલા એવા સમાચાર આવ્યા કે કપિલ દેવ પણ વિનોદ કાંબલીની મદદ કરવા ઈચ્છે છે.'
1983 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના સભ્ય રહેલા બલવિંદર સિંહ સંધૂએ પણ આ અંગે વાત કરી. તેમણે કહ્યું, 'કપિલ દેવ 1983 ટીમના કેપ્ટન. તેમણે મને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જો વિનોદ કાંબલી પુનર્વસન કરવા ઈચ્છે છે તો અમે તેમની આર્થિક મદદ કરવા માટે તૈયાર છીએ. જોકે, તેમણે પહેલા પોતે તૈયાર રહેવું પડશે. જો તેઓ આવું કરે છે તો અમે બિલ ચૂકવવા માટે તૈયાર છીએ. ભલે સારવાર કેટલી પણ લાંબા સમય સુધી ચાલે.'
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદમાં પાકિસ્તાની વડાપ્રધાનની એન્ટ્રી, PCBને આપી દીધી ખાસ સૂચના
વિનોદ કાંબલીની સ્થિતિ કેવી છે?
તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો, જેમાં વિનોદ કાંબલી યોગ્ય રીતે ચાલી શકતો નહોતો. તેને સંતુલન જાળવી રાખવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી. તેનાથી તેના ચાહકો વચ્ચે ચિંતા ફેલાઈ ગઈ. વિનોદ દારૂની લતથી પણ ઝઝૂમી રહ્યાં છે. વિનોદ કાંબલીના નજીકના મિત્ર માર્કસ કોઉટોએ તેના સ્વાસ્થ્યને લઈને વાત કરી હતી. આ વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે તે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેના પુનર્વસન માટે જવાનો કોઈ અર્થ નથી. કાંબલી પહેલા જ 14 વખત પુનર્વસન માટે જઈ ચૂક્યો છે. ત્રણ વખત અમે તેને વસઈમાં પુનર્વસન માટે લઈ ગયા. વિનોદ કાંબલીનો સચિન તેંડુલકર સાથે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સચિન જેવું તેની પાસે આવે છે. તે સચિનનો હાથ પકડી લે છે અને અમુક સેકન્ડ સુધી છોડતો નથી. સચિન અને કાંબલીની આ મુલાકાત બાળપણના કોચ રમાકાંત આચરેકરની પ્રતિમાના અનાવરણ સમારોહમાં થઈ હતી. બંને પ્લેયર્સ રમાકાંત આચરેકરના શિષ્ય રહી ચૂક્યા છે.